શું ખરેખર બુર્ખો પહેરી બેસેલી મહિલા IPS અધિકારી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “उर्दू माध्यम से पहली IPS बनी महाराष्ट्र मे मुस्लिम SP! जिसने पहले ही दिन अपना पुलिस ड्रेसकोड छोडकर ईस्लामिक ड्रेसकोड  अपनाया !! शिव सेना सरकार को खुब खुब अभिनंदन !! गझवा ए हिंद मे शिव सेना का योगदान भी सराहनीय रहेगा !! ड्रेसकोड को इग्नोर करके पुलिस थाने में बुर्का पहनकर बैठना ये यहां का नियम हुआ?? મહારાષ્ટ્ર સરકારમે દમ નહિં હૈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 61 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બુર્ખો પહેરી બેસેલ યુવતી ઉર્દુ ભાષામાં ભણી અને પહેલી આઈપીએસ અધિકારી બની તે છે.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને યાન્ડેક્ષ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને મુંબઈ ટાઈમ્સ નામની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં થંબનેલની તસવીર વાઇરલ થઈ રહી છે. તે વિડિયો જોઈને અમને સમજાયું કે વાયરલ તસવીરમાં જોવા મળેલી યુવતીને મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં એક દિવસની એસપી બનાવવામાં આવી હતી, આ વિડિયો તે દિવસનો આખો સંદર્ભ બતાવે છે. એક દિવસ એસપી બનેલી યુવતી પહેલા પોલીસ કારમાં એસપી ઓફિસ પર આવી, પછી કારમાંથી નીચે ઉતર્યા બાદ તે ત્યાં હાજર તમામ પોલીસ અધિકારીઓને મળી અને ત્યારબાદ એસપી ઓફિસમાં ગઈ અને તેમની ખુરશી પર બેસી અને તમામ પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવ્યા હતા. મુંબઈ ટાઇમ્સનો આ વિડિયો 4 માર્ચ 2020 ના રોજ પ્રસારિત થયો હતો. 

ARCHIVE

મુંબઇ ટાઇમ્સના આ અહેવાલમાં, તમે બુલધાણાના વર્તમાન એસપી ડો.દિલીપ પાટિલની મરાઠી ભાષામાં બાઈટ પણ સાંભળશો. તેઓ આ અહેવાલમાં તે દિવસની ઘટનાની સંપૂર્ણ વિગતો આપી રહ્યા છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અને નેટવર્ક એન 24ની યુટ્યુબ ચેનલ પર એક દિવસના એસપી એપિસોડનો વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે.

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે અમારી બુલધાણાના એસપી ડો.દિલીપ પાટિલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “માર્ચ મહિનામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” હોવાને કારણે, જિલ્લા અધિકારીઓની કચેરી, જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પોલીસ અધિકારીની કચેરી, આ ત્રણેય કચેરીઓમાં, વિદ્યાર્થીઓની ગુણવત્તાના આધારે, તેમને એક દિવસીય કલેક્ટર, સીઈઓ અને એસ. પી બનાવવામાં આવતા હોય છે. તમે જે ફોટોની વાત કરી રહ્યા છો તે 4 માર્ચનો છે. તસવીરમાં જોવા મળતી યુવતી શેરીસ કવલ છે, તે મલકાપુર શહેરની રહેવાસી છે અને તે 9માં ધોરણની વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીઓને તેમના ભાવિ માટે પ્રોત્સાહિત કરવામાં આ ક્રાયક્રમનું આયોજન  કરવામાં આવે છે. બુલધાણામાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પહેલીવાર આ રીતે છોકરીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવ્યું છે. દાવો કે જે સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.” 

તેણે અમને તે દિવસ માટે શેરીઝની રૂટિન પણ જણાવી. ઍમણે કિધુ,

“જે રીતે કોઈ અધિકારીને અન્ય સ્થાને સ્થાળાંતરિત કરવામાં આવે છે અને તેઓએ તેમનો પ્રથમ દિવસ નવી જગ્યાએ પસાર કર્યો, શેરીસે પણ તમામ ઓફિસની મુલાકાત લીધી, તે બધા પોલીસ અધિકારીઓને મળી, તેઓ શું કરે છે તે વિશેની માહિતી. પ્રાપ્ત કરી હતી. જે લોકો પોતાની મુશ્કેલીઓ લાવ્યા હતા, શેરીસે તેમની સમસ્યાઓ સાંભળી હતી. એક દિવસનો એસપી વિદ્યાર્થી રાખવાનો અમારો પ્રયાસ હતો જેનો અનુભવ જુદો હતો.

ત્યારબાદ, બુલધાણાના શિક્ષણાધિકારી ડો.શ્રીરામ પાંઝાડેની મદદથી, અમે એક દિવસની એસપી બની શેરીસ કવલનો સંપર્ક સાધ્યો હતો. શેરીસે અમને તેના અનુભવ વિશે જણાવ્યું હતુ કે,“મારૂ પુરૂ નામ શેરીસ કવલ અબ્દુલ આસીદ છે અને હું મલકાપુરની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ સ્કૂલના દસમા ધોરણમાં અભ્યાસ કરૂ છું. 9મા ધોરણમાં સારા માર્ક મળતાં અમને 2 માર્ચે મલકાપુરના શિક્ષણાધિકારીએ ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. ત્યાં તેમણે અમને મલકપુર ક્ષેત્ર વિશે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા, ત્યારબાદ મને વધુ પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવી હતી. તે પછી માર્ચમાં હું અને મારી શાળાના શિક્ષક બુલધાણા ગયા, પહેલાં બુલધાણા શિક્ષણાધિકારીએ મારો ઇન્ટરવ્યૂ લીધો અને ત્યારબાદ એસ.પી. સર. અને બુલધાણા કલેકટરની  સાથે મુલાકાત થઈ હતી, ત્યારબાદ અમને બુલધાણાના એક દિવસીય એસપી જાહેર કરવામાં આવ્યા હતા અને નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો.

આ પછી, શેરીસે અમને કહ્યું કે તેમનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું અને એસપી તરીકે તેમણે શું કર્યું. તેણે કીધુ,

“એસપી ઓફિસ પહોંચતાં જ મારૂ સ્વાગત કરવામાં આવ્યું, મને આવકાર મળ્યો અને ત્યારબાદ મારો બધા પોલીસ અધિકારીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો. ત્યારબાદ મેં  2-3 લોકોના કેસ જોયા અને મારી સાથેના તમામ પોલીસ અધિકારીઓ સાથે પણ ફોટોગ્રાફ્સ લીધા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટોમાં જોવા મળતી યુવતી ખરેખર એસપી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહને કારણે, બુલધાણા શહેરમાં તેને એક દિવસીય એસપી બનાવવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર બુર્ખો પહેરી બેસેલી મહિલા IPS અધિકારી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False