શું ખરેખર ડીસા રેલવે ફાટક પર થયેલા અકસ્માતનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડીસા રેલવે ફાટક લાઈવ એક્સીડન્ટ… . પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડીસા રેલવે ફાટક પર ટ્રક રેલવે ફાટકની અંદર ઘૂસી ગઈ તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.07-11_13_32.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ડીસા રેલવે ફાટક પર ટ્રક રેલવે ફાટકની અંદર ઘૂસી ગઈ તેનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને IBC 24 નામની સમાચાર ચેનલ દ્વારા 3 સપ્ટેમ્બર, 2020 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના સાગર-ખુરઈ રોડ પર એક રેલવે ફાટક પર બેકાબૂ ટ્રક બ્રેક ફેલ થઈ જવાને કારણે રેલવે ફાટકમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Anandi TV | EMSTV

અમારી વધુ તપાસમાં અમને navbharattimes.indiatimes.com દ્વારા 3 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના મધ્યપ્રદેશના સાગર-ખુરઈ રસ્તા પર જરુઆખેડાના રેલવે ગેટ નંબર 11 પર બની હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

screenshot-navbharattimes.indiatimes.com-2020.09.07-11_46_57.png

Archive

દૈનિક ભાસ્કર દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ડીસાના સ્થાનિક લોકો તેમજ રેલવે કર્મચારીનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ડીસા રેલવે ફાટક પર તાજેતરમાં આ પ્રકારની કોઈ જ ઘટના બની નથી અને આ વીડિયો પણ ડીસા રેલવે ફાટકને નથી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ડીસા રેલવે ફાટક પર બનેલી ઘટનાનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સાગર-ખુરઈ રોડ પર જરુઆખેડાના રેલવે ગેટ નંબર 11 પર બનેલી ઘટનાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ડીસા રેલવે ફાટક પર બનેલી ઘટનાનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સાગર-ખુરઈ રોડ પર જરુઆખેડાના રેલવે ગેટ નંબર 11 પર બનેલી ઘટનાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ડીસા રેલવે ફાટક પર થયેલા અકસ્માતનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply