શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Sports આંતરરાષ્ટ્રીય I International

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને હાલમાં ચાલી રહેલા આઈસીસી વર્લ્ડ કપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચના બીજા દિવસે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા. ભારતે આ મેચમાં 16 જૂન, 2019 ના રોજ પાકિસ્તાનને ડકવર્થ લુઈસ મેથડથી 89 રનથી કારમી હાર આપી હતી. અને એના બીજા જ દિવસે આ પ્રકારના કેટલાય ફોટા સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે મૂકવામાં આવ્યા હતા. જેનું સત્ય શોધવા અમે અમારી તપાસ હાથ ધરી હતી.

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા બંને ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ અમે પ્રથમ ફોટોને  ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-www.google.co.in-2019.06.19-20-10-16.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અંગેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ માહિતી જૂની અને અલગ અલગ દાવા સાથે મૂકવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો લગભગ 2016 થી સોશિયલ મીડિયા પર જુદા જુદા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. કેટલાક મીડિયા માધ્યમોએ આ ફોટોને સમાચારમાં પણ સ્થાન આપ્યું છે. જેને તમે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

QuoraDefence Forum IndiaJansattaSamacharnamaNews Track Live
ArchiveArchiveArchiveArchiveArchive

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ પોસ્ટમાં દર્શાવેલો પ્રથમ ફોટો ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2019 ની મેચ પછીનો નહીં પરંતુ એ પહેલા પણ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

હવે પોસ્ટમાં દર્શાવેલા બીજા ફોટોને અમે ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં મને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.06.19-20-41-50.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટો અંગેની પણ ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હતી. ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો બીજો ફોટો પણ લગભગ 2016 થી સોશિયલ મીડિયા પર જુદા જુદા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને પણ કેટલાક મીડિયા માધ્યમોએ સમાચારમાં સ્થાન આપ્યું છે. જેને તમે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Pakistan TodayInstarixFind Socials
ArchiveArchiveArchive

ઉપરના પરિણામોમાં પણ પોસ્ટમાં દર્શાવેલા બીજા ફોટો વિશની માહિતી જોઈ શકાય છે  ફોટો પણ લગભગ 2016 થી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે આઈસીસી વર્લ્ડ કપ 2019 માં 16 જૂન, 2019 ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ બાદ આ ફોટોને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે જે લોકોને ખોટી દિશા તરફ લઈ જાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં બંને ફોટો સાથે કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે પાકિસ્તાનમાં  પ્રકારે પહેલા ટીવી ફૂટ્યા હતા પરંતુ ભારત-પાકિસ્તાનની આઈસીસી વર્લ્ડકપ 2019 ની મેચ બાદ આવું નથી થયું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: Mixture