પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં અસ્થમા રોગનો ફેલાવો થાય.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Thavardas Sajwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં અસ્થમા રોગનો ફેલાવો થાય.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને જુદા-જુદા કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભારતના ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે રક્ષા મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mod.gov.in પર પણ આ માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 3 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ચીન દ્વારા ભારતમાં રોગ ફેલાવવા માટે ઝેરી ફટાકડાઓ તૈયાર કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False