શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

False Sports આંતરરાષ્ટ્રીય I International

Jèévåñ Sîñgh Bødâñå નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T WANT KASHMIR WE WANT VIRAT KOHLI ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 9500 જેટલા લોકોએ લાઈક કરી હતી. 423 લોકો દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.  તેમજ 570 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

તમે જાણો જ છો કે, હાલમાં લંડનમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમજ રવિવાર 16 જૂન, 2019 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જેના પગલે આ પોસ્ટ દ્વારા એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓની હવે એવી માંગ છે કે, અમારે કાશ્મીર નથી જોઈતું પરંતુ અમને વિરાય કોહલી આપી દો. શું ખરેખર આ વાત સાચી છે ચાલો જાણીએ ઉપરોક્ત પોસ્ટની હકીકત.

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

virat3.png

ઉપરના પરિણામોમાં અમને ‘India Today’ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને મળતો ફોટો પ્રાપ્ત થયો હતો. પરંતુ લોકોના હાથમાં વિરાટ કોહલીવાળું બેનર નહીં પરંતુ WE WANT AZAADI લખેલું બેનર જોવા મળ્યું હતું. 8 ઓગષ્ટ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આ સમાચારમાં એવું લખવામાં આવ્યું છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કિમોહ ગામમાં સ્થાનિક લોકો પ્રસાશનથી નારાજ છે અને પાકિસ્તાન, લશ્કર-એ-તૈયબા, હિજબુલ કમાન્ડર બુરહાન વાની તેમના સમર્થનમાં ખુલીને પ્રદર્શન કરે છે. તેમણે જમ્મુ-કાશ્મીરના નકશાને  બધી બાજુથી લીલો કરી દીધો છે. 8 જુલાઈ, 2016 ના રોજ થયેલા ગોળીબારમાં બુરહાન વાનીનું મોત થયા બાદ લગભગ દરેક દિવસે આ પર્કારના પ્રદર્શનો કરવામાં આવે છે.

virat5.png

ARCHIVE INDIA TODAY

આ પરિણામો પરથી અમને એ પણ જાણવા મળ્યું કે, આ ફોટો આ પહેલાં પણ ઘણી જગ્યાએ અલગ અલગ માંગો સાથે વાયરલ થઈ ચૂક્યો છે. અમને 15 ઓગષ્ટ, 2017 ના રોજ ‘બેંગ્લોર મિરર’  દ્વારા કરવામાં આવેલ એક ફેક્ટ ચેક પ્રાપ્ત થયું. આમાં જે ફોટોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે એના બેનર પર એવું લખવામાં આવ્યું છે કે, WE DON’T WANT KASHMIR, PLEASE GIVE US UPA GOVT INSTEAD. જે તમે નીચે જોઈ શકો છો.

virat6.png

ARCHIVE BANGALORE MIRROR

આ ઉપરાંત અમને ‘smhoaxslayer.com’  દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં એક ટ્વિટર એકાઉન્ટ વિશે કહેવામાં આવ્યું છે કે, ફોટોશોપ કરીને વાયરલ કરવામાં આવેલા ફોટોને કારણે આ એકાઉન્ટને બંધ કરવામાં આવે છે. પરંતુ એ ફરીથી ચાલુ થઈ ગયું છે. આ આર્ટિકલમાં પણ મૂળ ફોટોનો ઉપયોગ તુલના માટે કરવામાં આવ્યો છે અને તેના બેનર પર પણ WE WANT AZAADI લખેલું છે.

ARCHIVE ARTICLE

વધુમાં અમને અયુપ્પ.કોમ દ્વારા પણ ફેક્ટ ચેક કરવમાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. આ આર્ટિકલમાં પણ પોસ્ટમાં જે લોકો બેનર સાથે જોવા મળે છે એનું જ સ્તય ચકાસવામાં આવ્યું છે જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Archive

નીચે તમે સાચા અને ફોટોશોપ એમ બંને ફોટો વચ્ચેના તફાવતને જોઈ શકો છો.

18-06.png

ઉપરના સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ફોટો પાકિસ્તાનનો નથી પરંતુ કાશ્મીરનો છે. આ ફોટોને પહેલા પણ ફોટોશોપ કરીને જુદા જુદા લખાણ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. મૂળ ફોટોના બેનર પર WE WANT AZAADI લખેલું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.  રીતે કોઈ પણ પ્રકારની માંગ કરવામાં આવી નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False