
Manish Gondaliya ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2020ના ખેડૂત પૂત્ર ગુજરાત (किशान पूत्र गुजरात) (Khedut Putra Gujarat) એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખાદી ના ત્રણ માસ્ક 999/- અને કપાસ ના એક મણ ના 700 મેરા દેશ બદલ રહા હે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 74 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખાદીના માસ્ક સરકાર દ્વારા 999 રૂપિયામાં 3 વહેચવામાં આવી રહ્યા છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ ખાદીના માસ્ક કોણે બનાવ્યા તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો. તેમજ ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કે.આઇ.સી.) અનુસાર, ચંદિગઢની ખુશ્બુ નામની મહિલા ગેરકાયદેસર રીતે ‘ખાદી માસ્ક’ નામથી માસ્ક વેચતી હતી. મંજૂરી વિના વડાપ્રધાનનો ફોટો વાપરીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
અમર ઉજાલાના જણાવ્યા અનુસાર, મહિલા માસ્કના બોક્સ પર ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના લોગોઝ છાપતી હતી અને જેની જાણ ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચને થતાં તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા માસ્કનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. કમિશન દ્વારા ટિ્વટ કરવામાં આવ્યુ હતું કે તેને કે.આઈ.સી.ના નામે વેચાયેલી ખાદી અથવા અન્ય મોંઘા માસ્ક માટેની જાહેરાતોનો શિકાર ન થવું જોઈએ. કમિશન દ્વારા માસ્ક ફક્ત 30 રૂપિયામાં જ વહેચવામાં આવી રહ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા 999 રૂપિયામાં ત્રણ માસ્ક વહેચવામાં આવી રહ્યા તે વાત તદ્દન ખોટી છે. ખાદી દ્વારા માસ્ક 30 રૂપિયામાં જ વહેચવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર ખાદીના માસ્ક 999 રૂપિયમાં ત્રણ વહેચવામાં આવી રહ્યા છે.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
