દહેરાદૂનના જૂના વીડિયોને દિલ્હી શહેરના કાઝીના નામે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મુફ્તી રઈસ અહેમદ છે અને તે દેહરાદૂનનો રહેવાસી છે. આ વીડિયો વર્ષ 2019નો છે. 

સોશિયલ મીડિયા પર 2.03 મિનિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ કેટલીક ઘટનાને ભગવા ષડયંત્ર ગણાવીને હિંદુઓને ધમકી આપી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બોલનાર વ્યક્તિ દિલ્હીનો શહેર કાઝી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બોલનાર વ્યક્તિ દિલ્હીનો શહેર કાઝી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને  ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને કારી ઉસ્માન હસની ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પર વીડિયોનું લાંબુ સંસ્કરણ મળ્યું. આ વીડિયો 1 જુલાઈ 2019ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વ્યક્તિનું નામ મુફ્તી રઈસ છે અને આ વીડિયો દેહરાદૂનમાં તબરેઝ અન્સારીના મોબ લિંચિંગના વિરોધ દરમિયાનનો છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને 30 જૂન 2019ના રોજ અમર ઉજાલાની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની મુજબ, મુસ્લિમ સેવા સંગઠને તબરેઝ અંસારી મોબ લિંચિંગ કેસને લઈને દેહરાદૂનમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મુફ્તી નામના વ્યક્તિએ કોર્ટ પરિસરની બહાર મીડિયાકર્મીઓને ઈન્ટરવ્યુ આપતી વખતે ઉશ્કેરણીજનક વાતો કહી. સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાના આરોપમાં કલમ 153B અને 505B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Amar Ujjala | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મુફ્તી રઈસ અહેમદ છે અને તે દેહરાદૂનનો રહેવાસી છે. આ વીડિયો વર્ષ 2019નો છે. આ નિવેદન તેણે દેહરાદૂનમાં આપ્યુ હતુ અને જેને લઈ તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દહેરાદૂનના જૂના વીડિયોને દિલ્હી શહેરના કાઝીના નામે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Misleading