પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ સાયપ્રસ બીચનો વર્ષ 2022નો વીડિયો છે.

જૂન મહિનાના મધ્યમાં ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો આ વીડિયો ગુજરાતના દરિયા કિનારાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

im_navghan_vakatar નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 11 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો આ વીડિયો ગુજરાતના દરિયા કિનારાનો છે.”

Instagram | IN post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Fox Weather નામની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો ઓક્ટોબર 2022ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “વિશાળ વોટરસ્પાઉટ સાયપ્રસ બીચ પર ફરી વડી છે.

તેમજ આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને બીજા એંગલથી આ વાવાઝોડાનો બીજો વીડિયો પ્રાપ્ત થયો હતો જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ સાયપ્રસ બીચના આ વીડિયો અંગે ધ સન અને ન્યુ યોર્ક પોસ્ટ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક, લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ સાયપ્રસ બીચનો વર્ષ 2022નો વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બિપોરજોય વાવાઝોડાના નામે જૂના વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યા... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False