
થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તરે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશની પોલીસ અને પ્રશાસન માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. આ નિવેદનને લિંક કરતો એક વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક પોલીસકર્મી ઓને એક માણસને મારતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં “જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે તે સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તર છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં મારપીટ કરવામાં આવેલ વ્યક્તિ સમાજવાદી પાર્ટીના નેતા કમલ અખ્તર નહીં પરંતુ રાજા ચતુર્વેદી છે. કમાલ અખ્તરને માર મારવામાં આવી રહ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે તે સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તર છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પર થી અમને પંજાબ કેસરી ટીવી દ્વારા 13મી નવેમ્બર 2016ના રોજ પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાં જે વ્યક્તિની સાથે મારપીટ થઈ રહી છે તે સમાજવાદી પાર્ટીના નેતા છે અને પોલીસ તેને લાકડીઓ વડે માર મારી રહી છે.”
આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પરથી અમને ખબર પડી કે આ ઘટના હાલની નથી પરંતુ જૂની છે.
આ પછી અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કરતા અમને અભય ગૌરવ વાજપેયી નામના યુઝર દ્વારા આવો જ વિડિયો શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. તેમાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, “સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સપા નેતા કમાલ અખ્તરને માર મારવામાં આવી રહ્યો નથી. આ વિડિયો પૂર્વ મંત્રી અને સપા નેતા રાજા ચતુર્વેદીનો છે. જૂની ઘટના હાલની હોવાનું જણાવી વાયરલ કરવામાં રહ્યો છે.”
આ માહિતીને ધ્યાનમાં રાખીને ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા સપાના નેતા રાજા ચતુર્વેદીના નાના ભાઈ ભોલા ચતુર્વેદીનો સંપર્ક કર્યો હતો અને આ વિડિયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તેણે અમને કહ્યું કે, “વાઈરલ વિડિયોમાં જે વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે તે મારા મોટા ભાઈ રાજા ચતુર્વેદીજી છે. આ ઘટના 21 ફેબ્રુઆરી 2011ના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. તે દિવસે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. ત્યારે બસપાની સરકાર હતી અને મંત્રી વિધાનસભાની સામે બિલનો વિરોધ કરી રહ્યા હતા. આ વિડિયો સાથે જે દાવો વાઈરલ થઈ રહ્યો છે કે આ સપા નેતા કમલ અખ્તર છે તે તદ્દન ખોટો છે.”
આ સાથે, તેમણે અમને આ વિડિયોના વિસ્તૃત સંસ્કરણની લિંક પણ પ્રદાન કરી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં મારપીટ કરવામાં આવેલ વ્યક્તિ સમાજવાદી પાર્ટીના નેતા કમલ અખ્તર નહીં પરંતુ રાજા ચતુર્વેદી છે. કમાલ અખ્તરને માર મારવામાં આવી રહ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદીને માર મારતો વિડિયો કમાલ અખ્તરના નામે વાયરલ…
Fact Check By: Yogesh KariaResult: Misleading
