પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, देश के बाकी हिस्सों में शायद पता ही नहीं है कि आसाम में ये काम चालू है किस तरह से NRC में नाम नहीं होने पर घर से उठाया जाता है जरा खुद भी देख लीजिये, इनका NRC में नाम नहीं है इसलिए घर से उठाया जा रहा है #Assam आज आपका विरोध बंद हो जाए तो कल आपका हाल ऐसा ही होगा । North East में लोग विरोध क्यों कर रहे हैं इस वीडियो को देखकर ये पता चल गया होगा आपलोगों को।. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં જે લોકોના NRC ની યાદીમાં નામ નથી તેમને ઘરેથી નીકાળવામાં આવી રહ્યા છે તેનો છે. આ પોસ્ટને 5 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિ દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. 188 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો આસામ ખાતે જે લોકોના NRC ની યાદીમાં નામ નથી તેમને ઘરમાંથી નીકાળવામાં આવી રહ્યા છે તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં વીડિયોમાં જે પોલીસ દેખાઈ રહી છે તેમણે પહેરેલો ડ્રેસ ભારતની પોલીસનો નથી. તેમજ વધુમાં કેટલાક પોલીસકર્મીઓના ડ્રેસની બાંય પર પાકિસ્તાનના ધ્વજનું નિશાન સ્પષ્ટ જોઈ શકાય છે. જેનો અમે સ્ક્રીનશોટ લીધો છે. જે તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, આ વીડિયો પાકિસ્તાનનો છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને The News નામની યુટ્યુબ ચેનલ દ્વારા 28 જૂન, 2018 ના રોજ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નવા પાકિસ્તાનમાં પોલીસ દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Pak News નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ પાકિસ્તાનની પંજાબ પોલીસ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો એ માહિતી સાથે આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, પાકિસ્તાનમાં પંજાબ પ્રાન્ત આવેલો છે કે કેમ? આ માહિતી સર્ચ કરતાં અમને વીકિપીડિયા પર પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાન્તની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને Headline News નામની એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલ દ્વારા પણ 26 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનના મુલ્તાન ખાતે કોર્ટ પરિસરમાં પંજાબ પોલીસ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. geo.tv | Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો આસામનો નહીં પરંતુ પાકિસ્તાનનો છે. જ્યાં પાકિસ્તાના પંજાબ પ્રાન્ત ખાતે એક કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામનો નહીં પરંતુ પાકિસ્તાનનો છે. જેને NRC સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False