શું ખરેખર પોલીસ સામે લાકડી ઉગામી રહેલ શખ્સ જામિયા યુનિવર્સિટીનો છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.पुलिस पर डंडा चलाते जामिया के छात्रजिसे कपड़ो से भी पहचाना जा सकता है ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले कीશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં પોલીસ સામે લાઠી ઉગામી ઉભેલો શખ્સ જામિયા યુનવર્સિટીનો વિદ્યાર્થી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TELEGRAHINDIA.COM નો 1 જૂલાઈ 2014નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, લખનઉં વિધાનસભાની બહાર ધરણાના કાર્યક્રમ દરમિયાન ભાજપાનો કાર્યકર્તા પોલીસ સાથે લડાઈ કરી રહ્યો છે.

TELEGRAPH.COM | ARCHIVE

તેમજ અમને ONEINDIA.COM નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપા દ્વારા કાનૂન વ્યવસ્થાની પરિસ્થિતી અને વિજળીના મુદ્દે લખનઉમાં હિંસક આંદોલન કરવામાં આવ્યુ હતુ. આ આંદોલનમાં ભાજપાના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને પોલીસે કાર્યકર્તાઓ પર લાઠી પણ વરસાવી હતી. ” ONEINDIA.COM | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં થયેલા જામિયા યુનિવર્સિટીમાં થયેલા પ્રદર્શનનો નહિં પરંતુ વર્ષ 2014માં લખનઉંમાં થયેલા હિંસક પ્રદર્શનનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં થયેલા જામિયા યુનિવર્સિટીમાં થયેલા પ્રદર્શનનો નહિં પરંતુ વર્ષ 2014માં લખનઉંમાં થયેલા હિંસક પ્રદર્શનનો છે.

Avatar

Title:શું ખરેખર પોલીસ સામે લાકડી ઉગામી રહેલ શખ્સ જામિયા યુનિવર્સિટીનો છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False