
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી, આ સંદર્ભમાં ઘણી ગેરમાર્ગે દોરતી તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે, આ જ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેંકડો લોકોને ગેટ તરફ દોડતા જોઈ શકાય છે આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાને તેના સરહદ દરવાજા ટૂંક સમય માટે ખોલ્યા છે, મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ આશ્રય મેળવવા માટે પાકિસ્તાન ભાગી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થયેલો વિડિયો હાલનો નથી પણ એપ્રિલ 2020નો છે, જ્યારે પાકિસ્તાને કોરોના વાયરસના પ્રતિબંધોને કારણે બંધ થયેલી તોરખામ સરહદ ખોલી અને સેંકડો ફસાયેલા અફઘાન નાગરિકો અફઘાનિસ્તાન તરફના દરવાજા માંથી ભાગી ગયા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mehul Vamanrai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાને તેના સરહદ દરવાજા ટૂંક સમય માટે ખોલ્યા છે, મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ આશ્રય મેળવવા માટે પાકિસ્તાન ભાગી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂર જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 8 એપ્રિલ 2020ના રોજ ધ ટેલિગ્રાફ દ્વારા તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મળી આવ્યો હતો. આ વિડિયોના શીર્ષકમાં જણાવવામાં આવ્યુ હતુ કે “સત્તાવાળાઓએ કોરોનાવાયરસ પ્રતિબંધ હટાવ્યા બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે હજારોની ભીડ.”
આ વિડિયોના વર્ણન મુજબ, આ વિડિયો ખૈબર પાસ નજીક તોરખામ બોર્ડર ક્રોસિંગનો છે, જેમાં અફઘાનોની મોટી ભીડ દોડતી બતાવવામાં આવી છે. વિડિયોમાં જોવા મળે છે કે, અફઘાન નાગરિકો કોરોના વાયરસ પ્રતિબંધ હેઠળ બે અઠવાડિયાથી વધુ સમય માટે સરહદ બંધ કર્યા પછી પાકિસ્તાનથી ઘરે પરત ફરી રહ્યા છે. તેઓ કાગળની તપાસ કરવા અને સંસર્ગ નિષેધ લાગુ કરવાના સત્તાવાર પ્રયાસો ટાળવા માટે ગેટ માંથી દોડી રહ્યા હતા.
આગળ અમને ગૂગલ મેપ્સ પર તોરખામ બોર્ડર મળી જ્યાં અમે આ બોર્ડરની ઘણી તસવીરો જોઈ.

ટેલિગ્રાફ દ્વારા પ્રસારિત વિડિયોના સ્ક્રિનશોટની અને ગૂગલ મેપ્સ પર મળી આવેલા ફોટોની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે પોસ્ટ સાથે વાયરલ વિડિયો અને 2020માં ટેલિગ્રાફ દ્વારા અપલોડ કરવામાં આવેલા વિડિયોના સ્ક્રિન શોટ લઈ અને સરખામણી કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આ વિડિયો બીબીસી ન્યૂઝ ઉર્દૂએ 8 એપ્રિલ 2020ના રોજ શેર કર્યો હતો, આ વિડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ સાથે શેર કરતા લખ્યું હતું કે, “કોરોના વાયરસને કારણે પાકિસ્તાને તેની તમામ સરહદો બંધ કરી દીધી છે. સરકારે બાદમાં 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તોરખામ સરહદ ખોલવાની જાહેરાત કરી હતી, જેના કારણે અચાનક તોરખામ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને અંદાજે 8,000 થી 10,000 અફઘાન નાગરિકો ઇમિગ્રેશન (અફઘાનિસ્તાન) વગર દેશમાં પ્રવેશ્યા હતા. આ સમાચાર તે સમયે “ધ ડોન” દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થયેલો વિડિયો હાલનો નથી પણ એપ્રિલ 2020નો છે, જ્યારે પાકિસ્તાને કોરોના વાયરસના પ્રતિબંધોને કારણે બંધ થયેલી તોરખામ સરહદ ખોલી અને સેંકડો ફસાયેલા અફઘાન નાગરિકો અફઘાનિસ્તાન તરફના દરવાજા માંથી ભાગી ગયા હતા.

Title:કોરોના પ્રબંધો બાદ પોતાના વતન પરત ફરી રહેલા અફધાન નાગરિકોના વિડિયોને તાલિબાન સાથે જોડવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
