શું ખરેખર આ કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો વિડિયો છે....? જાણો શું છે સત્ય...
Ashapura Mataji-Nadol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये कच्छ गुजरात के माता ना मढ़ स्थित आशापुरा माता मंदिर के प्रांगण का दृश्य है, जिसमें राजपुतानियां परंपरागत खुली तलवार हाथ में लेकर माताजी का गरबा खेलती है।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 148 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો આ વિડિયો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2017થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. કાઠિયાવાડમાં ગરબા, હિટ ગરબા 2017 શીર્ષક સાથે આ વિડિયો વર્ષ 2017થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ઉપરોક્ત વિડિયોને ધ્યાનથી જોતા તેમાં એક જ્વેલર્સની દુકાન જોવા મળી રહી છે. જેનું નામ વંચાઈ રહ્યુ છે. “જી ખુશાલદાસ જ્વેલર્સ” આ જ્વેલર્સની દુકાન ક્યા આવેલી છે તે જાણવા માટે અમે ગૂગલ પર “g khushaldas sons” લખતા અમને જાણવા મળ્ચુ કે, આ દુકાન તો રાજકોટના પેલેસ રોડ પર આવેલી છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને G Khushaldas Jewelers ના નંબર મેળવી તેમની સાથે વાત કરી હતી. સામાપક્ષે રહેલા હર્ષભાઈ સોનીએ અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો તેમની દુકાન બહારનો જ છે. વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા આ પ્રકારે રાસ રમવામાં આવ્યો હતો.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છનો નહિં પરંતુ રાજકોટના પેલેસ રોડ પરનો છે. વર્ષ 2017ના એક કાર્યક્રમનો છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છનો નહિં પરંતુ રાજકોટના પેલેસ રોડ પરનો છે. વર્ષ 2017ના એક કાર્યક્રમનો છે.
Title:શું ખરેખર આ કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો વિડિયો છે....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False