Yunusbhai Chhipa નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 👉 બિહાર BJP MLA એ કરેલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પર કરેલ હૂમલો અને તેનો વડતો જવાબ बिहार के बीजेपी एमएलए ने किया डिस्ट्रिक्ट कलेक्टर પે हमला, और देखिए उसका रिएक्शन 💫. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારમાં ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પર કરવામાં આવેલા હુમલાનો છે. આ પોસ્ટને 33 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.09-20_25_35.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારમાં ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પર કરવામાં આવેલા હુમલાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને indiatv.in દ્વારા 17 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઝારખંડના જિલ્લા ટ્રાન્સપોર્ટ અધિકારી એફ. બારલા લાતેહારની એસપી ઓફિસની બહાર ઉભી કરેલી ભાજપના નેતા રાજધની યાદવની ખાનગી ગાડી પરથી નંબર પ્લેટ દૂર કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં રાજધની યાદવ દ્વારા જિલ્લા ટ્રાન્સપોર્ટ અધિકારી પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

screenshot-www.indiatv.in-2020.05.09-20_55_14.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | news18.com

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથે ANI દ્વારા 17 જાન્યુઆરી, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારનો નહીં પરંતુ ઝારખંડનો છે જ્યાં ભાજપના નેતા દ્વારા જિલ્લાના ટ્રાન્સપોર્ટ અધિકારી પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારનો નહીં પરંતુ ઝારખંડનો છે જ્યાં ભાજપના નેતા દ્વારા જિલ્લાના ટ્રાન્સપોર્ટ અધિકારી પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર બિહારમાં ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પર હુમલો કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False