ક્રોએશિયાનો જૂનો વીડિયો વ્હાઇટ હાઉસમાં રૂદ્ર પુજાના નામે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
આ વીડિયો 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વેદ એસોસિએશન દ્વારા આયોજિત ઇવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટસના વ્હાઇટ હાઉસમાં 'શ્રી રૂદ્રમ સ્તોત્ર' પાઠ યોજાયો હતો. આ વીડિયોમાં વિદેશીઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા, સુંદર રંગબેરંગી ડિસ્પ્લે ગોઠવતા, દિવા પ્રગટાવતા અને વૈદિક મંત્રોનો આદરપૂર્વક પાઠ કરતા જોવા મળે છે. વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “રૂદ્ર પૂજા અમેરિકા વાઈટ હાઉસ”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pradep Thakur નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “રૂદ્ર પૂજા અમેરિકા વાઈટ હાઉસ” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાના વ્હાઈટ હાઉસમાં રૂદ્રપુજા કરવામાં આવી તેનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોની એક કી ફ્રેમનો ઉપયોગ કરીને રિવર્સ ઇમેજ સર્ચ હાથ ધર્યું અને શોધ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સ્વામી પરિપૂર્ણાનંદના ફેસબુક પેજ પર 2018માં આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં આપેલી માહિતી મુજબ આ વીડિયો ક્રોએશિયાનો છે. તે જણાવે છે કે “ક્રોએશિયામાં 400+ યુરોપિયનો દ્વારા શ્રી રૂદ્રમ અને ચમકમનું પ્રદર્શન. યુરોપિયન વેદ એસોસિએશન વિશ્વ શાંતિ માટે યુરોપમાં ઘણા સ્થળોએ આ પ્રદર્શન કરશે.”
યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા આયોજિત, 400 થી વધુ યુરોપિયનોએ શ્રી રૂદ્ર સ્તોત્રમનો પાઠ કર્યો. યુરોપિયન વૈદિક એસોસિએશનની વેબસાઈટ પર આ કાર્યક્રમ વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઈવેન્ટ 3જી થી 4મી માર્ચ 2018 દરમિયાન ક્રોએશિયાના ઝાગ્રેબમાં યોજાઈ હતી.
આ રૂદ્ર સ્તોત્ર જાપ કાર્યક્રમના ચિત્રો તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
યુરોપિયન વૈદિક એસોસિએશનના સ્થાપક વોજકો કેરન અને બ્રાનિમીર ગોનેન દ્વારા વીડિયોમાં રૂદ્રના વખાણ કરવામાં આવ્યા છે. તમે તેમને નીચેના ચિત્રમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ રૂદ્ર સ્તોત્ર પાઠ વ્હાઇટ હાઉસમાં યોજાયો ન હતો. ક્રોએશિયાની ઘટનાનો એક જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ક્રોએશિયાનો જૂનો વીડિયો વ્હાઇટ હાઉસમાં રૂદ્ર પુજાના નામે શેર કરવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False