તુર્કી અને સીરિયામાં ભૂકંપ પછીના દ્રશ્યો તરીકે શેર કરાયેલા કાટમાળ પર બેઠેલા બચાવ કૂતરાનો ફોટો જૂનો છે અને તે બંને દેશો સાથે સંબંધિત નથી. આ તસવીર 2018થી સ્ટોક ઈમેજ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

તુર્કી અને પડોશી સીરિયામાં શ્રેણીબદ્ધ પ્રચંડ ભૂકંપ આવ્યા બાદ હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ વિનાશમાં 11000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વભરમાંથી બચાવ કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી રહી છે.
શોધ અને બચાવની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. શોધ અને બચાવ કામગીરી માટે પ્રશિક્ષિત કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે જેમાં આપણે એક કૂતરાને કાટમાળ પર બેઠેલા જોઈ શકીએ છીએ. કાટમાળમાંથી એક હાથ બહાર આવતો જોઈ શકાય છે.
આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદનો હાલનો આ ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સાગર દેવળીયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદનો હાલનો આ ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે ઈમેજ ઈન્ટરનેટ પર 2018 થી હાજર છે. સ્ટોક ઈમેજ વેબસાઈટ અલામી પર, અમને આ જ ઈમેજ મળી. આ તસવીરનો શ્રેય ચેક ફોટોગ્રાફર જારોસ્લાવ નોસ્કાને આપવામાં આવ્યો છે. જેમાં આપેલી માહિતી અનુસાર 17 ઓક્ટોબર 2018નો આ ફોટો છે. જેને તમે નીચેના સ્ક્રીનશોટમાં જોઈ શકો છો.

આમ, તસવીર તુર્કી અને સીરિયામાં તાજેતરના ભૂકંપ સાથે સંબંધિત નથી. આ જ ફોટોગ્રાફર દ્વારા અપલોડ કરાયેલા સમાન ફોટા પણ અમને મળ્યા હતા. આમ, આ જૂના સ્ટોક ફોટા છે અને તુર્કી અથવા સીરિયામાં ભૂકંપના સ્થળના નથી.

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર ઘણી અસંબંધિત તસવીરો અને વિડિયો પ્રસારિત થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે આવા કેટલાય વીડિયો અને તસવીરો ડિબંક કરી છે. તુર્કી તરીકે ખોટી રીતે શેર કરાયેલા કેટલાક વાયરલ વીડિયોની હકીકત-તપાસ વાંચવા માટે, નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
શું ખરેખર તુર્કીના દરિયા કિનારે ભૂકંપ આવ્યા બાદ સુનામી આવી હતી…? જાણો શું છે સત્ય…
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તુર્કી અને સીરિયામાં ભૂકંપ પછીના દ્રશ્યો તરીકે શેર કરાયેલા કાટમાળ પર બેઠેલા બચાવ કૂતરાનો ફોટો જૂનો છે અને તે બંને દેશો સાથે સંબંધિત નથી. આ તસવીર 2018થી સ્ટોક ઈમેજ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કાટમાળ પાસે બેસેલા કુતરાની અસંબંધિત તસ્વીર તુર્કી અને સિરિયાના નામે વાયરલ….જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Partly False
