શું ખરેખર અમેરિકાના ન્યુ યોર્કમાં કોરોનાના ડરથી યુવાને આપઘાત કર્યો…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Bhagirathsinh Jadeja નામના યુવાન દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. New York Citizen commits sucide because of corona શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના કારણે ન્યુયોર્કમાં યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને rashidasblog.net નો એક તારીખ 12 ઓગસ્ટ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈન્ડોનેશિયામાં પોલીસ ધરપકડથી બચવા નાઈજીરિયન યુવાને 30માં માળેથી કુદકો માર્યો.” 

RASHEEDASBLOG.NET | ARCHIVE

TOPVIRALBUZZ નામની વેબસાઈટ દ્વારા પણ 12 ઓગસ્ટ 2019ના આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ તેઓએ આ જ વિગત આપી હતી કે, “પોલીસ ધરપકડના ડરથી નાઈજીરિયન યુવાને 30 માળની ઈમારત પરથી કુદકો માર્યો.” 

TOPVIRALBUZZ | ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી, વર્ષ 2019નો છે. ઈન્ડોનેશિયામાં પોલીસ ધરપકડથી બચવા નાઈજીરિયન યુવાને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

Avatar

Title:શું ખરેખર અમેરિકાના ન્યુ યોર્કમાં કોરોનાના ડરથી યુવાને આપઘાત કર્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False