
Bharat Vashi નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #અજેય_રાવજીભાઈ કોટડીયા #ગામ_જુની_કાતર_આ#બાળક_આજે_૧૦.#વાગે_થી_ગુમ_થયેલ_છે_મારી#બે_હાથ_જોડી_ને_વિનંતી_છે_આ_પોસ્ટ_ને_બને#તેટલી_આગળ_મોકલો.mo. #લાલૂ_કોટડીયા9099205799.9913680090.9913030894.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી. 3 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 149 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરવામાં આવેલા દાવા મુજબ આ બાળક હાલમાં ખોવાયો છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર 9913680090 પર કોલ કરતાં અમારી સીધી વાત ફોટોમાં દેખાતા અજય કોટડીયાના પિતા રાવજીભાઈ કોટડીયા સાથે થઈ હતી. તેઓને અમે તેમના ખોવાયેલા બાળક વિશે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “લગભગ એક વર્ષ પહેલાં મારો દીકરો અજય જુની કકાતર ગામેથી સવારે લગભગ 10 વાગ્યાના સુમારે ગુમ થયો હતો તેની અમે તરત જ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાક કરવા અંગે વિચાર્યું હતું પરંતુ તે જ દિવસે સાંજે લગભગ 5 વાગ્યા આસપાસ મારો દીકરો ઘરે પરત આવી ગયો હતો. ત્યાર બાદ અમે સોશિયલ મીડિયા પર અમારો દીકરો મળી ગયેલ છે એવો એક મેસેજ પણ મૂક્યો હતો. છતાં હજુ પણ ઘણા લોકો દ્વારા આ માહિતી અત્યારે પણ વાયરલ કરવામાં આવી રહી છે જે ખોટી છે.”

વધુ પૂછપરછમાં અમને જાણવા મળ્યું હતું કે, અજય એક મકાનની ગેલેરીમાં પડી ગયો હતો અને પછી તે ઘાયલ થતાં ત્યાંથી નીકળી શક્યો ન હતો. પરંતુ સાંજે ગમે તેમ કરીને તે ત્યાંથી નીકળીને પોતાના ઘરે પરત ફર્યો હતો. આ ઉપારાંત અમે ફેસબુક પર સર્ચ કરતાં વર્ષ 2018 માં આજ પ્રકારની માહિતી મૂકવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં દેખાતો બાળક અજય મળી ગયેલ છે તો હવે કોઈએ પણ આ પોસ્ટને આગળ ન વધારવા અમારી આપ સૌને વિનંતી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, ફોટોમાં દેખાતો બાળક એક વર્ષ અગાઉ ગુમ થયો હતો પરંતુ એજ દિવસે સાંજે મળી પણ ગયો હતો.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર ફોટોમાં દેખાતો બાળક હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Mixture
