શું ખરેખર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના ફોટો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં ઘણા ફોટો સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ વિજળીના વાદળના અને વરસાદના ફોટો શેર કરતા માહિતી આપવામાં આવી રહી છે કે,“આ તમામ ફોટો હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા વાવાઝોડા દરમિયાનના છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહિં પરંતુ વર્ષ 2014થી લઈને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જૂદા-જૂદા સમયના આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તમામ ફોટો હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા વાવાઝોડા દરમિયાનના છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા અમે એક બાદ એક ફોટોને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરવાનું શરૂ કર્યુ હતુ. 

IMAGE 1 

સૌપ્રથમ અમે પ્રથમ ઈમેજને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે પરથી અમને લાઈવસાયન્સનો માર્ચ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

લાઈવસાયન્સ | સંગ્રહ

IMAGE 2

ત્યારબાદ અમે બીજા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Canberra times નો 3 જૂન 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Canberra Times | Archive

IMAGE 3

ત્યારબાદ અમે ત્રીજા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને BBC નો વર્ષ 2016નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

BBC | ARCHIVE

IMAGE 4

ત્યારબાદ અમે ચોથા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ગેટીઈમેજ પર આ ફોટો પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો 3 મે 2016ના રોજનો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

Gettyimages 

IMAGE 5

ત્યારબાદ અમે પાંચમા નંબરની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Melbourne daily photodailyનો વર્ષ 2014નો એખ બ્લોગ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Melbourne daily photodaily | Archive

હાલમાં આવેલા વાવાઝોડા અંગેનો વિસ્તૃત અહેવાલ 9ન્યુઝ.કોમ.એયુ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો જોવા મળ્યા ન હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહિં પરંતુ વર્ષ 2014થી લઈને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જૂદા-જૂદા સમયના આ ફોટો છે.

Avatar

Title:શું ખરેખર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના ફોટો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False