વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Crime False રાષ્ટ્રીય I National

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા બચત ઇલેક્ટ્રિક બલ્બને મફતમાં બદલવા માટે વીજ કંપનીમાંથી છે. ડાઉન પ્રોગ્રામ. તેઓ ઘણા વિસ્તારોમાં દેખાયા છે. કૃપા કરી તેમને અંદર ન આવવા દો. તેઓ લૂંટારુઓ છે, લોકોને બંદૂકની અણીએ લૂંટી લે છે. કૃપા કરીનેતમારા બધા સંપર્કોને ચેતવણી આપો, કેમ કે તમે જીવન બચાવી શકો. ખાતરી કરો કે દરવાજા હંમેશાં લોક છે  અને કૃપા કરીને અજાણ્યા લોકો માટે દરવાજો ખોલશો નહીં. આપણું જીવન અને સંપત્તિ બચાવવા કૃપા કરી તાત્કાલિક આગળ મોકલો !!! #સલામત રહોશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ લોકોના ઘરમાં જૂદા-જૂદા કારણે ઘુસી આવી બંદૂકની અણીએ લૂંટ ચલાવે છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 20 ઓક્ટોબર 2016નો DAILY PAKISTAN નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ હાલમાં જે મેસેજ વાયરલ થાય છે તે જ દાવા સાથે શેર કરવામાં ફેસબુક પોસ્ટનો આધાર લઈ અને કરાચીમાં આ શખ્સો લૂંટ ચલાવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

DAILY PAKISTAN | ARCHIVE

ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ અને ઈમેજના આધારે ગૂગલ પર સર્ચ કરતા અમને આ ઘટનાના સીસીટીવી પ્રાપ્ત થયા હતા. DAILYMOTION.COM નામની વેબસાઈટ 8 સપ્ટેમ્બર 2017ના દ્વારા આ સીસીટીવી અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કરાચીના પંજાબ કોલોની વિસ્તારમાં બંધ ઘરો અને ફ્લેટમાં તાળા તોડી ચોરી કરી રહ્યા છે.”  જે તમે નીચે જોઈ શકો છો.

DAILYMOTION | ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ તો સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, આ ઘટના હાલની તો નથી. તેથી અમે સીસીટીવીનો સ્ક્રિનશોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને LIVE HINDUSTAN નામના ઓફિસિયલ યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 9 ઓક્ટોબર 2016ના આ ઘટનાના સંપૂર્ણ સીસીટીવી અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દિલ્હીની ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં એક એપાર્ટમેન્ટમાં ત્રણ ફ્લેટમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી.” જે સીસીટીવી તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ LIVE HINDUSTAN દ્વારા આ ઘટના અંગેનો એક અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આ ઘટનાના સીસીટીવી માંથી ત્રણેય આરોપીઓનો ફોટો પણ અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

LIVEHINDUSTAN | ARCHIVE

NEWS24 દ્વારા પણ આ ઘટનાને પ્રસારિત કરવામાં આવી હતી. જે સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ આ ત્રણેય આરોપીઓની પોલીસે 12 નવેમ્બર 2016ના ધરપકડ કરી હતી. જે અંગેનો અહેવાલ DELHI AAJTAK દ્વાર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

NDTV દ્વારા પણ આ શખ્સોની ધરપકડ અગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે પણ તમે નીચે વાંચી શકો છો. 

NDTV | ARCHIVE

ત્યારબાદ અમે ગુજરાત ડીજીપી શિવાનંદ ઝા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાતમાં આ પ્રકારે કોઈ ગેંગ સક્રિય નથી. તેમજ હાલમાં આ પ્રકારના કોઈ આરોપીઓ ગુજરાતમાં પકડાયા નથી. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, પરંતુ જરૂરી સાવચેતી રાખવી, ગુજરાત પોલીસ તમામ લોકોની સુરક્ષા માટે હમેશાં ખડે પગે છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આરોપીઓના ફોટા આજથી ત્રણ વર્ષ પહેલાના છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2016માં પણ આ શખ્સોના ફોટા સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ શખ્સોની ત્રણ વર્ષ પહેલા જ દિલ્હી પોલીસે 5 ચોરીના ગુનામાં આ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ એડવાઝરી ગુજરાત પોલીસ દ્વારા બહાર નથી પાડવામાં આવી. તેમજ આ પ્રકારે કોઈ ઘટના હાલમાં ગુજરાતમાં ન બની હોવાનું તેમજ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા ગુજરાત ડીજીપીએ જણાવ્યુ છે. 

Avatar

Title:વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Fact Check By: Yogesh Karia 

Result: False