તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમના વિરોધના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયે અમેરિકામાં તેમનો વિરોધ થયો તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયના વિરોધ પ્રદર્શનનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ દેશોના છે. આ ફોટા સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kiran Desai Vejalpur માલઘારી નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદી નું એક લાખ લોકો સાચું સમ્માન અમેરિકન લોકો કરી રહ્યા છે 🤣👇🏻પણ આ દેશનું ગોદી મીડિયા વેચાઈ ગયું છે અને તમને સાચું નહિ અને અમેરિકામાં સાંસદો પણ મોદીનું ભાષણમાં બાયકોર્ટ કરવાના છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયે અમેરિકામાં તેમનો વિરોધ થયો તેના આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે તમામ વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Photo 1

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર connectedtoindia.com દ્વારા 18 જુલાઈ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીનો વર્ષ 2017 માં વિરોધ થયો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sabrangindia.in

Photo 2

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર hindustantimes.com દ્વારા 12 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની કોલકત્તા ખાતેની મુલાકાતનો વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. scmp.com

Photo 3

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર deccanherald.com દ્વારા 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીનો કેલિફોર્નિયા ખાતે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. m.rediff.com

Photo 4

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર babushahi.com દ્વારા 23 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. reddit.com

Photo 5

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર deccanherald.com દ્વારા 12 નવેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાત સમયે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. defence.pk

Photo 6

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આ બંને ફોટો સાથેની એક ટ્વિટ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર, 2019 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત સમયે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. oneindia.com

Photo 7

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર outlookindia.com દ્વારા 20 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત સમયે હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. reddit.com

Photo 8

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર indianexpress.com દ્વારા 19 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની લંડનની પાર્લામેન્ટની મુલાકાત સમયે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. theweek.in

Photo 9

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર sikh24.com દ્વારા 11 નવેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીની યુકેમાં લંડનની મુલાકાત સમયે વિરોધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. counterview.net

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરના તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયના વિરોધ પ્રદર્શનનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ દેશોના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયના વિરોધ પ્રદર્શનનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ દેશોના છે.

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયના વાયરલ ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Missing Context