
રશિયા યુક્રેન વચ્ચે દિવસે ને દિવસે યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર વિશ્વના સોશિયલ મિડિયામાં અનેક સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક પોસ્ટ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીનો આર્મીના ડ્રેસ પહેરોલો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ 1 વર્ષ જુનો છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધના મેદાનમાં ઉતર્યા તેનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Parivar Azad Hind નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામા આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Aljazeera.com નો 9 એપ્રિલ 2021નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફ્રન્ટ લાઇનની નજીક યુક્રેનિયન સૈન્ય સ્થાનોની મુલાકાત લીધી.”

ટાઈમ મેગેઝીનની વેબસાઈટ પરના અહેવાલમાં ઝેલેન્સકીના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ધ ગાર્ડિન દ્વારા પણ આ ફોટો સાથે તે જ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
વર્તમાન પરિસ્થિતિ શું છે?
ઝેલેન્સ્કી રશિયન આક્રમણથી ડરીને દેશ છોડીને ભાગી ગયો હોવાની અફવાઓ ફેલાયા પછી, ઝેલેન્સકીએ રાજધાની કિવમાં પોતાનો એક વિડિયો શેર કર્યો, જેમાં સમજાવ્યું કે તે દેશમાં છે.
રાષ્ટ્રપતિ ભવનની બહાર લીધેલા વિડિયોમાં તેમણે કહ્યું કે તે તેમના પરિવાર સાથે કિવમાં જ રહેશે. “હું દેશ છોડીને ભાગીશ નહીં,” તેમણે કીવને રશિયન આક્રમણથી બચાવવાની પ્રતિજ્ઞા લેતા કહ્યું. અમે બધા અહીં છીએ. અમારી સેના અહીં છે. અમારા સમુદાયના નાગરિકો અહીં છે. આપણે બધા આપણી સ્વતંત્રતા, આપણા દેશની રક્ષા કરી રહ્યા છીએ અને આપણે હંમેશા અહીં ઊભા રહીશું.
વિડિયોમાં, ઓલિવ ગ્રીન મિલિટરી યુનિફોર્મમાં સજ્જ ઝેલેન્સકી તેમના વડા પ્રધાન, ચીફ ઑફ સ્ટાફ અને અન્ય સહાયકો સાથે ઊભા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ 1 વર્ષ જુનો છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધના મેદાનમાં ઉતર્યા તેનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા તેનો ફોટો છે…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
