શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मुंबई में 200 से ज्यादा अवैध मस्जिदें हजारों मजारें सडकों के बीच बनी है! पर BMC को सिर्फ कंगना का ओफिस अवैध निर्माण लगा! #लानत_है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો મધ્યપ્રદેશનના સાગર જિલ્લાનો છે.

ARCHIVE

ત્યારબાદ અમને ભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મધ્યપ્રદેશના સાગર શહેરમાં આવેલી કટારા બઝારમાં રક્ષાબંધન પહેલા ટ્રાફિક જોવા મળ્યો હતો અને આ ફોટો ટોનૂ નિર્મલ દ્વારા લેવામાં આવ્યો હતો.

ભાસ્કર.કોમ | ARCHIVE

યુટ્યુબ પર સાગરની આ બઝારનો આ વિડોયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો નહિં પરંતુ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના કટારા બઝારનો છે. મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False