શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

False રાજકીય I Political

Berojgar Jay Dadhaniyaનામના એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે,સાહેબતોકૉંગ્રેસીનિકડાહવેભક્તોશુકરશો????.જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોમાં ઈન્દિરા ગાંધી અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને સિંગર ડૉ. રાજકુમાર સાથે સૌથી છેલ્લે નરેન્દ્ર મોદી જોવા મળે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 155 લોકોએ લાઈક કરી હતી, 15 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 554 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook|Archive| Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમઅમેગુગલ રિવર્સ ઈમેજ નો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના ફોટો પ્રાપ્ત થયા. મેટ્રો સાગા અને ધ ક્વિન્ટ દ્વારા પ્રસારિત આર્ટિકલમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો જ ફોટો મૂકવામાં આવ્યો હતો પરંતુ તેમાં ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારની સાથે ક્યાંય પણ નરેન્દ્ર મોદી જોવા મળતા નથી. આપ આ બંને આર્ટિકલના ફોટો નીચે જોઈ શકો છો.

Metro Saga | Archive

The Quint | Archive

ઉપરોક્ત પરિણામોમાંસ્પષ્ટ જોઈ શકાય છે કે, ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારનો આ ફોટો સંગીથા મ્યુઝીક ઈવેન્ટનો છે. જેમાં ક્યાંય પણ નરેન્દ્ર મોદી જોવા મળતા નથી. આ ઉપરાંત અમને સંગીથા મ્યુઝીક ઈવેન્ટની વેબસાઈટ પર પણ આ ફોટો જોવા મળ્યો હતો જે તમે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Sangeetha Music | Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાતને આ અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “પોસ્ટમાં દર્શાવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરવામાં આવ્યો છે.

તમામ સંશોધનના અંતે તમે નીચે ઓરિજનલ ફોટો અને એડિટીગ કરેલા ફોટો વચ્ચેના તફાવતને નીચે જોઈ શકો છો.

MODI 1.png

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારના આ ફોટોમાં ક્યાંય પણ નરેન્દ્ર મોદી ન હતા. પરંતુ ફોટોને કેટલાક ઠગબાજો દ્વારા ફોટોશોપના માધ્યમથી એડિટીગ કરીને મૂકવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈન્દિરા ગાંધીની સાથે ઉભા છે નરેન્દ્ર મોદી…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •