
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાહુલજી જનતાની મુલાકાતે ગયા, મોદી શાહ સંઘ કેજરી ગયો ? ગયો હોય તો ફોટો મોકલજો.. જનનેતા કેવાય આને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 113 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી લોકોની મુલાકાતે હોસ્પિટલમાં ગયા તેનો ફોટો છે.”
FACEBOOK | FB POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને The Asian Age દ્વારા તારીખ 3 નવેમ્બર 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2017માં રાયબરેલી એનટીપીસી બોઈલર બ્લાસ્ટમાં મરી ગયેલા કર્મચારીના પરિવાર જનો અને ઘાયલ કર્મચારીઓની મુલાકાત કરવા જિલ્લા હોસ્પિટલ પહોચ્યા હતા.”
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે, હાલમાં ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર રાહુલ ગાંધી દર્દીઓને હોસ્પિટલમાં મળવા ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
