
આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये होता है विदेशो में डंका बजाना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જર્મનીના રાષ્ટ્રપતિ કેજરીવાલને મળવા માંગે છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “केजरीवाल से मिलना चाहते है जर्मनी के राष्ट्रपति” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટા સાથે જે સમાચાર આપવામાં આવ્યા છે. તે વર્ષ 2014ના છે. વર્ષ 2014માં જર્મનીના રાષ્ટ્રપતિ પોસ્ટર જોઆસિમ ગુઆક મળવા માંગતા હોવાની વાત ફેલાઈ હતી. જે સમાચારને વર્ષ 2014માં જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ જર્મનીના રાષ્ટ્રપતિ પોસ્ટર જોઆસિમ ગુઆક સાથે અરવિંદ કેજરીવાલે 6 ફેબ્રુઆરી 2014ના મુલાકાત કરી હતી. જે સમાચારને પણ જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વર્ષ 2014ના આમ આદમી પાર્ટી મોગાના ઓફિશિયલ પેજ દ્વારા પોસ્ટા સાથે જે ન્યુઝપેપરનું કટિંગ છે તે જ ન્યુઝપેપરનું કટિંગ શેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, વર્ષ 2014ની ઘટનાને હાલની ઘટના બતાવવામાં આવી રહી છે. વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિના માં જ કેજરીવાલે જર્મનીના રાષ્ટ્રપતિ પોસ્ટર જોઆસિમ ગુઆક સાથે મુલાકાત કરી લીધી હતી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ ક્ટિંગ વર્ષ 2014નું છે. અને વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિના માં જ કેજરીવાલે જર્મનીના રાષ્ટ્રપતિ પોસ્ટર જોઆસિમ ગુઆક સાથે મુલાકાત કરી લીધી હતી.

Title:શું ખરેખર હાલમાં જર્મનીના રાષ્ટ્રપતિ અરવિંદ કેજરીવાલને મળવા માંગે છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
