શું ખરેખર જ્યોર્જની હત્યા બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Jay Kansara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યોર્જ ફ્લોયડ ના મૃત્યુ થી દુઃખી થઈ ને એને સપોર્ટ કરનારા અશ્વેત શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 39 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડની મૃત્યુ બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામો પરથી અમને darkroom.baktimoresun.com નામની વેબસાઈટ પર પ્રકાશિત 8 મે 2015નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મેરીલેન્ડના બાલ્ટીમોરમાં ફ્રેડી ગ્રેનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 19 એપ્રિલ 2015 બાદ વિરોધ પ્રદર્શન ફાટી નિકળ્યા હતા. જે દરમિયાન cvs ફાર્મસી કરી હતી. જેના દ્રશ્યો છે.” તેમજ આ ફોટો જેરી જેક્શન દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Darkroom.baktimoresun.com | ARCHIVE

Indipendent.co.uk તેમજ latimes.com દ્વારા આ ઘટના અંગેની માહિતી આપતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2015નો છે. હાલમાં ખોટા દાવા સાથે તેને શેર કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર જ્યોર્જની હત્યા બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •