શું ખરેખર પોસ્ટમાં જણાવ્યા મુજબ તમામ વસ્તુઓ હજુ પણ મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

Aapdu Gujrat – ગરવી ગુજરાત 6 કરોડ ગુજરાતી નુ પેજ નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Share કરી બીજા સુધી પહોચાડવા નમ્ર વિનંતી?? આ પોસ્ટમાં લખાણ સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રિય મિત્રો,
જો કોઈને વ્હીલ ચેર, ટોઇલેટ ચેર , બગલઘોડી, એલબો , યુરીન પોટ,બેક રેસ્ટ, વોકર અને એર બેડની જરૂર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. *તે મફતમાં ઉપલબ્ધ છે. કૃપા કરીને આ સંદેશને તમારા બધા ગ્રૂપમાં આગળ મોકલો* *પીંન્ટુ ભોજાણી 97129227114* *9727771770* *સાગર કાચા* *9725495009* *કેશુભાઈ પરમાર* *9638488811* મને લાગે છે કે તે ખૂબ ઉપયોગી છે અને તે બધા ગ્રુપ મા પોસ્ટ મુકશો.*
આ પોસ્ટને 52 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 247 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.20-12_52_14.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે હજુ પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના સાધનો લોકોને મફતમાં આપવામાં આવે છે કે કેમ? તે વાતની સત્યતા તપાસવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર પર વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ ઉપરના કોઈ જ નંબર પર અમને આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી ઘણી કોશિશ બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા અંતિમ મોબાઈલ નંબર કે જે કેશુભાઈ પરમારના નામે છે. તેમની સાથે અમારી વાત થઈ હતી. તેમને અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે સંપૂર્ણ વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અમે વર્ષ 2018 માં આ પ્રકારે મફતમાં આ બધી વસ્તુઓ લોકોને મફતમાં આપવાનું સેવાકાર્ય ચાલુ કર્યું હતું. પરંતુ એક વર્ષ બાદ આ કાર્યને અને વિરામ આપ્યો હતો. હાલમાં આ પ્રકારની કોઈ જ સેવા અમારા દ્વારા મફતમાં આપવામાં આવતી નથી. મારા નંબર પર હજુ લોકોના કોલ આવે છે. હું હવે કંટાળી ગયો છું. લોકો હજુ પણ જૂના મેસેજને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.”

2019-09-20.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રકારના કોઈ જ સાધનો પોસ્ટમાં મૂકવામાં આવેલા નામ અને મોબાઈલ નંબરવાળા ભાઈઓ દ્વારા હાલમાં મફતમાં આપવામાં આવતા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રકારના કોઈ જ સાધનો પોસ્ટમાં મૂકવામાં આવેલા નામ અને મોબાઈલ નંબરવાળા ભાઈઓ દ્વારા હાલમાં મફતમાં આપવામાં આવતા નથી. આ સેવા વર્ષ 2018 માટે જ હતી જે અત્યારે સંપૂર્ણ બંધ કરવામાં આવી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં જણાવ્યા મુજબ તમામ વસ્તુઓ હજુ પણ મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •