
Bhavesh Senjaliya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अभी कुछ देर पहले UNESCO ने “जन गण मन” यानी हमारे राष्ट्रगान को सर्व श्रेष्ठ घोषित किया हैं बधाई हो सभी ??नमो नमो..????. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, યુનેસ્કો દ્વારા ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનને સર્વશ્રેષ્ટ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 53 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુનેસ્કો દ્વારા આપણા રાષ્ટ્રગીત જન ગણ મનને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Unesco Indian National Anthem સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને જુદા જુદા મીડિયા હાઉસ દ્વારા આ માહિતીનું ફેક્ટ ચેક કર્યાની વિગતો પ્રાપ્ત થઈ હતી. જેને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, યુનેસ્કો દ્વારા ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મનને સર્વશ્રેષ્ટ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું હોવાની માહિતી ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.
bhaskarhindi.com | navbharattimes.indiatimes.com | aajtak.intoday.in |
Archive | Archive | Archive |
અમારી વધુ તપાસમાં અમે યુનેસ્કોની વેબસાઈટ પર આ માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં અમને ફેક્ટલી દ્વારા પણ આ માહિતીને ખોટી સાબિત કરવામાં આવી હતી અને યુનેસ્કો દ્વારા જન ગણ મનને આ પ્રકારે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં નથી આવ્યું તે અંગેનો એક દસ્તાવેજ યુનેસ્કોની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત અમને 30 સપ્ટેમ્બર, 2008 ના રોજ ઈન્ડિયા ટુડે દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

વધુમાં અમને ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 27 ડિસેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સૌથી વધુ વાયરલ થયેલા ટોપ 10 ફેક ન્યૂઝ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ભારતીય રાષ્ટ્રગીતને યુનેસ્કો દ્વારા સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવ્યું તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.


ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, યુનેસ્કો દ્વારા ભારતીય રાષ્ટ્રગીતને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવાની માહિતી એક અફવા જ છે જે લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશથી ખોટી રીતે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, યુનેસ્કો દ્વારા ભારતીય રાષ્ટ્રગીતને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવ્યા હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર યુનેસ્કો દ્વારા ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું …? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
