Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું કોરોના વાયરસના સંકટ વચ્ચે ગલવાન ખીણમાં ચીનની હિંસક ઝડપમાંથી હજુ ભારત બહાર આવ્યું નથી ત્યાં પાડોશી દશો ચિંતા વધારવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન, ચીન, નેપાળ, બાંગ્લાદેશ બાદ વધુ એક પાડોશી દેશ ભૂતાને ભારત સાથે અવળચંડાઈ કરવાનું શરૂ કરી દીધું છે. ભૂતાને અસમના બક્સા જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી રોકી રાખ્યું છે. બક્સા જિલ્લાના 26થી વધારે ગામડાઓના લગભ 6000 ખેડુત સિંચાઈ માટે માનવ નિર્મિત નહેર ડોંગ પરિયોજના પર નિર્ભર છે. વર્ષ 1953 બાદ ખેડૂતો સિંચાઈ માટે ભૂતાનની નદીઓના પાણીનો ઉપયોગ કરતાં આવ્યા છે. જો કે હવે ભૂતાન તરફથી અચાનક પાણી રોકી દેવામાં આવતા ભારતીય ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી બક્સાના ખેડૂતો ભૂતાનના આ પગલા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માંગ છે કે, કેન્દ્ર સરકાર ભૂતાનની સરકાર સામે આ મુદ્દો ઉઠાવે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. થિંપુમાં ભૂતાન સરકારના સમાચાર પત્રના સંપાદક તેંજિંગ લાંગસાંગે સમગ્ર મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભૂતાને ભારત તરફ જતુ સિંચાઈનું પાણી અટકાવી દીધું છે. દર વર્ષે ભૂતાન આસામમાં જતુ પાણી અટકાવી દે છે જેથી તેઓ સિંચાઈ માટે કેટલું પાણી જમા કરી શકે પરંતુ આ વર્ષે નહેરને સીલ કરી દેવામાં આવી છે. બીજું કે ભૂતાન સરકારે કોરોનાનો હવાલો આપ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવા પાણી રોક્યુંઃ ભૂતાન સરકાર ભૂતાન સરકારે આ મામલે કહ્યું કે વુહાનમાં ફેલાયેલી મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમણે આ પગલું ઉઠાવ્યું છે. ભૂતાનમાંથી જતું પાણી અટકાવામાં આવ્યું છે જેથી સંક્રમણને ફેલાવથી અટકાવી શકાય. બીજું ભૂતાને પોતાના દેશમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. ભારતીય ખેડુતોએ ભૂતાન સરકારના નિર્ણનો વિરોધ કર્યો ભૂતાન સરકારે ડોંગ ચેનલની નજીક ભારતીય ખેડુતોને આટકાવ્યાં છે. ભારતીય ખેડુતોએ ભૂતાન સરકારના આ નિર્ણનો વિરોધ કરતા કહ્યું કે વૈશ્વિક મહામારીને અટકાવાના તમામ નિયમનોનું પાલન કરવામાં આવે તો કોરોનાના સંક્રમણથી બચી શકાય છે. તેના માટે નહેરનું પાણી રોકાવની જરૂર નથી. ભૂતાન સરકાર કોરોનાનો હવાલો આપી આ પગલું ઉઠાવી ન શકે. #Nepal #Assam #India. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભૂટાન દ્વારા ભારતના આસામ રાજ્યમાં આવતું સિંચાઈનું પાણી રોકી દેવામાં આવ્યું છે. આ પોસ્ટને 107 લોકોએ લાઈક કરી હતી. 10 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.01-19_39_27.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભૂતાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકી દેવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને zeenews.india.com દ્વારા 27 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભુતાનના વિદેશ પ્રધાને ફેસબુક પર કહ્યું હતું કે, આ એક દુ:ખદ આક્ષેપ છે અને કેટલાક અખબારોમાં પ્રકાશિત થયેલ અહેવાલ સંપૂર્ણ પાયાવિહોણા છે. આ સમયે આસામમાં પાણી રોકવાનું કોઈ કારણ નથી. ભૂટાનથી આવતા પાણીને બકસા અને ઉદાલગુરી પ્રદેશોમાં દાયકાઓથી ફાયદો થયો છે. ભુતાનના વિદેશ પ્રધાનના જણાવ્યા અનુસાર, આસામના ખેડૂત કોરોના રોગચાળાને કારણે સિંચાઈ માર્ગ જાળવવા ભૂટાન આવવા અસમર્થ છે. જેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે. આસામમાં જળ સંકટને પહોંચી વળવા અધિકારીઓ અને જોંગખાર ક્ષેત્રના સ્થાનિક લોકોએ પગલા લીધા છે.

screenshot-zeenews.india.com-2020.07.01-20_14_45.png

Archive

અમારી વધુ તપાસમાં અમને sandesh.com દ્વારા પણ 26 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું એ માહિતી તદ્દન ખોટી છે. વધુમાં એ પણ માહિતી આપવામાં આવી હતી કે, નહેરોનું રીપેરિંગ કામકાજ ચાલતું હોવાથી પાણીનો સપ્લાય પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

screenshot-sandesh.com-2020.07.01-20_12_43.png

Archive

અમારી વધુ તપાસમાં ભૂટાનના વિદેશમંત્રી દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને આસામના મુખ્ય સચિવ Kumar Sanjay Krishna દ્વારા પણ તેમના ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભૂટાન દ્વારા આસામનું પાણી રોકવામાં આવ્યું એને મીડિયા દ્વારા ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. પાણી કુદરતી રીતે જ બંધ થઈ ગયું હતું. ભૂટાન દ્વારા આ બંધ થયેલું પાણી ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભૂટાન દ્વારા આસામનું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. ભૂટાનના વિદેશમંત્રી તેમજ આસામના મુખ્ય સચિવ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભૂટાન દ્વારા આસામનું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. ભૂટાનના વિદેશમંત્રી તેમજ આસામના મુખ્ય સચિવ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False