
Prakash Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના સાયબર યોદ્ધા ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત આઠ લાખ કેસની હતી શક્યતા ICMR રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 728 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો જણાવ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ICMRના રિસર્ચના અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, લોકડાઉન ન કર્યુ હોત તો ભારતની હાલત પણ ઈટાલી જેવી જ થઈ હોત અને આઠ લાખ કેસ નોંધાયા હોત.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ICMRના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો કોઈ રિપોર્ટ પ્રાપ્ત થયો ન હતો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી સ્વાસ્થય મંત્રાલય દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને બચાવ માટે કરવામાં આવતા ઉપાયોની માહિતી સમાંયતરે આપવામાં આવતી હોય છે. 10 એપ્રિલ 2020ના સ્વાસ્થય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યુ હતુ.
ICMRની આ કથિત રિપોર્ટ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “હું આ ચોક્ક્સ કરી દવ છું કે આવી કોઈ રિપોર્ટ આવી નથી.” જે પ્રેસ કોન્ફરન્સના વિડિયો તમે નીચે જોઈ શકો છો. જેમાં 24.26 સેકેન્ડ થી લઈ 24.52 સેકેન્ડ પર લવ અગ્રવાલનો જવાબ તમે સાંભળી શકો છો.
તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને 11 એપ્રિલ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલાયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, “કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન જરૂરી હતુ. જો આ ઉપાયોનો સહારો ન લેવામાં આવ્યો હોત તો અત્યારે એટલે કે 15 એપ્રિલ સુધીમાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધારે હોત.”
11 એપ્રિલની આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતને રિપીટ કરવામાં આવી હતી કે, “લોકડાઉન ન હોવાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થવો એ સાંખ્યિકી વિશ્લેષણ પર આધારિત છે.ICMR દ્વારા આ પ્રકારે કોઈ અભ્યાસ કે રિસર્ચ કરવામાં આવ્યું નથી.” નીચેના વિડિયોમાં તમે આ માહિતી જોઈ શકો છો. 6.17 સેકેન્ડ થી 8.34 સુધી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ICMR દ્વારા આ પ્રકારે કોઈ રિસર્ચ કરવામાં આવ્યુ નથી. જેની પૃષ્ટી હેલ્થ વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.

Title:શું ખરેખર જો લોકડાઉન ન કર્યુ હોત તો 8.2 લાખ કેસ ભારતમાં હોવાનું ICMRના રિસર્ચમાં સામે આવ્યુ..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
