
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સ્થાનિક અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, 31 માર્ચ 2021 સુધીમાં આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં અસફળ રહેનારને મહત્મ રૂપિયા એક હજારનો દંડ થઈ શકે છે. દસ હજારના દંડની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.”
Facebook | Fb post Archive | Fb Article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઈન્કમ ટેક્ષ વિભાગના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે સમયમર્યાદામાં સમાંયતરે વધારો કરવામાં આવતો હોય છે, હાલ વર્તમાન સમયમર્યાદા 31 માર્ચ 2021 છે. આમ ન કરવા બદલ દંડ લાગુ પડશે તેમજ પાનકાર્ડને પણ અમાન્ય માનવામાં આવશે.”
તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “હાલમાં લોકસભામાં પસાર કરાયેલ ફાઇનાન્સ બિલ, 2021માં ઇન્કમટેક્સ એક્ટ, 1961માં એક નવો 233H દાખલ કરવામાં આવ્યો છે. આ કલમ મુજબ કોઈ વ્યક્તિ તેના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહિં કરે તો તેને મહત્મ રૂ.1000 દંડ કરવામાં આવશે.”
જૂદા-જૂદા મિડિયા હાઉસ(economic times, India Today, Livemint) દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, 31 માર્ચ 2021 સુધીમાં આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં અસફળ રહેનારને મહત્મ રૂપિયા એક હજારનો દંડ થઈ શકે છે. દસ હજારના દંડની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
