શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Jharna Mazumder  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, प्रशांत महासागर और हिंद महासागर आपस में मिलते जरूर है मगर कभी मिक्स नहीं होते ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 362 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર એકબીજાને મળતા હોય પરંતુ તેમનું પાણી પોસ્ટમાં દર્શાવ્યા મુજબ ભેગુ ના થું હોય તો તેની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં દર્શાવેલો ફોટો પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનો નહીં પરંતુ મિસિસિપ્પી નદી અને મેક્સિકોની ખાડીનો છે. જેની માહિતી તમે Marlin Magazine દ્વારા 13 નવેમ્બર, 2015 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકો છો.   

Archive

અમારી વધુ તપાસમાં અમને snopes.com દ્વારા 28 એપ્રિલ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક ફેક્ટ ચેક અહેવાલ પ્રાપ્ત થયો. ફેક્ટ ચેક કરવામાં આવેલા આ અહેવાલમાં દર્શાવેલા વીડિયોની માહિતી એવી છે કે, મેક્સિકોની ખાડીમાં એક ઉતાર-ચઢાવવાળી મૃત જગ્યાને દર્શાવવામાં આવી છે. અને આ દ્રશ્ય ત્યારે બને છે કે જ્યારે મિસિસિપ્પી નદીમાંથી નાઈટ્રોજન અને ફોસ્ફરસથી ભરેલું ઉચ્ચ પોષક પાણી ખાડીમાં જાય છે. આ પ્રક્રિયા મોટા પ્રમાણમાં શેવાળ પેદા કરે છે. જેને પરિણામે આવું દ્રશ્ય સર્જાય છે. પરંતુ એ કહેવું બિલકુલ ખોટું છે કે, આ બંને જળસ્રોતોનું પાણી મળતું નથી. આ પાણી મળવાને કારણે મિસિસિપ્પી નદીના પાણીનો મેક્સિકોની ખાડીના સામુદ્રિક જીવન પર ખૂબ જ ભારે પ્રભાવ પડે છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં દર્શાવેલો ફોટો પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનો નથી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દર્શાવેલો ફોટો પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનો નહીં પરંતુ મિસિસિપ્પી નદી અને મેક્સિકોની ખાડીનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •