
દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો મોટો મુકવામાં આવ્યો જ્યારે ગાંધીજીનો નાનો ફોટો મુકવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગાંધી જયંતિ નિમિત્તે દિલ્હી સરકારે પ્રકાશિત કરેલી જાહેરાતમાં મહાત્મા ગાંધીને મહત્વ આપવામાં આવ્યું છે અને તેમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. કેજરીવાલના મોટા ફોટા સાથેની વાયરલ જાહેરાત બનાવટી છે જેને ફોટોશોપથી બનાવવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Khimji Ram નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો મોટો મુકવામાં આવ્યો જ્યારે ગાંધીજીનો નાનો ફોટો મુકવામાં આવ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વાયરલ ફોટોનું નિરીક્ષણ કરતા ખબર પડી હતી કે, આ દૈનિક જાગરણની એક જાહેરાત છે. તદનુસાર, અમે 2 ઓક્ટોબર 2021ના દૈનિક જાગરણમાં અમે તપાસ કરી હતી. દિલ્હી આવૃત્તિના પાંચમા પાના પર, ગાંધી જયંતિ નિમિત્તે દિલ્હી સરકારના માહિતી અને પ્રચાર નિદેશાલય દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.
પરંતુ, આ જાહેરાત અને ફોટોમાં જે જાહેરાત વાયરલ થઈ રહી છે તેનાથી સંપૂર્ણપણે અલગ છે. વાસ્તવિક જાહેરાતમાં મહાત્મા ગાંધીના મોટા ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પરથી સ્પષ્ટ છે કે વાયરલ પોસ્ટમાં મૂળ જાહેરાત સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને તેમાં કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. મૂળ જાહેરાતમાં ખૂણામાં કેજરીવાલનો નાનો ફોટો અને મધ્યમાં ગાંધીજીનો મોટો ફોટો છે.
સોશિયલ મિડિયા પર એક બનાવટી જાહેરાત વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી (દિલ્હી વિભાગ) દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે વાયરલ દાવાને રદિયો આપતા મૂળ જાહેરાતનો ફોટો જોડી દીધો છે.
તમે નીચે મૂળ જાહેરાત અને વાયરલ ફોટો વચ્ચેની સરખામણી જોઈ શકો છો. આમાંથી બંને વચ્ચેનો તફાવત તરત જ સ્પષ્ટ થાય છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગાંધી જયંતિ નિમિત્તે દિલ્હી સરકારે પ્રકાશિત કરેલી જાહેરાતમાં મહાત્મા ગાંધીને મહત્વ આપવામાં આવ્યું છે અને તેમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. કેજરીવાલના મોટા ફોટા સાથેની વાયરલ જાહેરાત બનાવટી છે જેને ફોટોશોપથી બનાવવામાં આવી છે.

Title:શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..?
Fact Check By: Yogesh KariaResult: False
