
ફેસબુક પર પટેલ ભાઈ ચોકીદારોકા માલિક નામના એક ફેસબુક યુઝર દ્વારા 27 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, રામમંદિર નામે સરકાર બનાવી હવે મોલવી બની ગયો છે, ભકતો સેર કરો આતો રાહુલ ગાંધી લાગે છે, હિન્દુ વિરોથી મોદી ખાન ?. આ પોસ્ટને લગભગ 398 જેટલા લોકોએ લાઈક કરી હતી. 679 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 156 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને “Modi Pray To Allah” સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરની માહિતીની સત્યતા માટે અપૂરતી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી આગળ વધારતાં અમને ઈન્ડિયા ટુમોરો નામની એક વેબસાઈટમાં 12 જુલાઈ, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો. જેમાં દર્શાવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમાજની જગ્યાએ બે હાથ જોડીને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં વધુમાં આ લિંકમાં એ પણ સ્પષ્ટપણે લખેલું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તુર્કમેનિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપતિના અશ્ગાબાત સ્થિત મકબરામાં, જુલાઈ 11, 2015. આ ફોટો જ્યારે પ્રધાનમંત્રી 2015માં સેન્ટ્રલ એશિયાની મુલાકાતે ગયા તે સમયનો છે અને અત્યારે કેટલાક ઠગબાજો દ્વારા આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હજુ પણ અમે અમારી તપાસ આગળ વધારતાં ફરી એકવાર ગુગલમાં “Prime Minister Narendra Modi at the Mausoleum of the First President of Turkmenistan, in Ashgabat, Turkmenistan on July 11, 2015” સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરની તપાસ દરમિયાન અમને નરેન્દ્ર મોદીની યુ ટ્યુબ ચેનલ પરનો એક વીડિયો પ્રાપ્ત થયો જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હાથ જોડીને ઉભા રહેલા છે. ત્યાર બાદ અમે અમારા ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાત સાથે આ અંગે વાત કરી તો તેમના દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ફોટો દાવા પ્રમાણે સંપૂર્ણ રીતે ખોટો છે તેને ફોટોશોપના માધ્યમથી જ એડિટ કરવામાં આવ્યો છે.
ઉપરની તમામ માહિતીના આધારે કહી શકાય કે, કેટલાક ઠગબાજો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઓરિજનલ ફોટો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. નીચે જોઈ શકાય છે કે, નરેન્દ્ર મોદીની ડાબી બાજુ ઉભેલા વ્યક્તિના હાથને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને નરેન્દ્ર મોદીના હાથની જગ્યાએ મૂકવામાં આવ્યા છે.

પરિણામ:
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં નમાજ કરતા નરેન્દ્ર મોદીના ફોટો અંગેનો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:નરેન્દ્ર મોદી દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાનો ફોટો થયો વાયરલ…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
