ફેસબુક પર ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક પેજ દ્વારા 9 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ભાજપની રેલીમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા, આ છે પાકિસ્તાન કા સાથ ભાજપા મોદી કા વિકાસ..શેયર કરો લોકોને ખબર પડે. આ પોસ્ટને લગભગ 537 જેટલા લોકોએ લાઈક કરી હતી. 56 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 498 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ
/તપાસ હાથ ધરી.
Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને Pakistani Flag In BJP Rally સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરની માહિતીની સત્યતા માટે અપૂરતી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી આગળ વધારતાં અમે પકિસ્તાની ધ્વજ અને ઈસ્લામિક ધ્વજને પણ ગુગલના સહારે સર્ચ કર્યા તો અમને તેના પણ નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા.

હજુ પણ અમે અમારી તપાસ આગળ વધારતાં પાકિસ્તાની ધ્વજ અને ઈસ્લામિક ધ્વજ વચ્ચેનો તફાવત જાણવાની કોશિશ કરી તો અમને નીચે મુજબ તફાવત જોવા મળ્યો. આ સંશોધન પરથી એટલું ચોક્કસ કહી શકાય કે દાવો કરવામાં આવેલી પોસ્ટમાં લહેરાતો ધ્વજ પાકિસ્તાનનો ધ્વજ તો નથી જ પરંતુ એ એક ઈસ્લામિક ધ્વજ છે જે મુસ્લિમ સંપ્રદાય દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પાકિસ્તાનના ધ્વજમાં તમે જોઈ શકો છો કે, ડાબી બાજુ પર થોડોક ભાગ સફેદ રંગનો છે અને બાકીનો ભાગ ઘાટા લીલા રંગનો છે. જ્યારે પોસ્ટમાં દર્શાવેલા ધ્વજમાં ક્યાંય પણ સફેદ રંગ જોવા મળતો ન હોવાથી એ ધ્વજ પાકિસ્તાની હોવાનું ક્યાંય સાબિત થતું નથી.

પાકિસ્તાનનો ધ્વજ

ઈસ્લામિક ધ્વજ

ત્યાર બાદ પણ અમે અમારી તપાસ ચાલુ રાખી તો અમને હોપ ઉમ્મીદ.કોમ નામની વેબસાઈટ પર 9 ઓક્ટોબર, 2009 ના રોજની એક પોસ્ટ મળી જેમાં આ પોસ્ટને લગતી માહિતીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું હતું કે, 8 ઓક્ટોબર, 2009 ના રોજ માલેગાંવમાં યોજાયેલી ભાજપ અને શિવસેનાની રેલીમાં આ પ્રકારે ઈસ્લામિક ધ્વજ જોવા મળ્યો હતો. પરંતુ તે પાકિસ્તાની ધ્વજ નથી.

ઉપરની તમામ માહિતીના આધારે કહી શકાય કે, કેટલાક અણસમજુ લોકો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે 2009 ના ફોટોને 2019 માં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે આપ નીચે મુજબ જોઈ શકો છો.

ummid.com | Archive

પરિણામ:

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં લહેરાતા ધ્વજને પાકિસ્તાની ધ્વજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે એ સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાયો...! જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False