શું ખરેખર અમિત શાહની રેલીમાં ‘કોંગ્રેસ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહ ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ના નારા લગાવ્યા. પરંતુ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ નહીં પરંતુ ‘કોંગ્રેસ મુર્દાબાદ’ ના નારા લગાવ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમિત શાહે રેલીમાં કોંગ્રેસ કહ્યું તો સામે થી જનતા બોલી કોંગ્રેસ ઝીંદાબાદ…… પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહ ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ના નારા લગાવ્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગુલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ગૃહમંત્રી અમિત શાહના આજ ભાષણનો સંપૂર્ણ વીડિયો ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર યુટ્યુબ પર 12 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રાયપુર ખાતે એક સભામાં લોકોને સંબોધન કર્યું હતું તેનો આ વીડિયો છે.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનતી સાંભળતાં અમને 11.23 મિનિટથી 11.31 મિનિટ સુધી પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોનો ભાગ જોવા મળ્યો હતો. જ્યાં તમે ગૃહમંત્રી અમિત શાહને એમ કહેતા સાંભળી શકો છો કે, પણ મિત્રો, આ કોંગ્રેસ પાર્ટી (ભીડ મુર્દાબાદના નારા લગાવવા લાગે છે) ક્યારેય દેવભૂમિનો વિકાસ નહીં કરી શકે.”

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, લોકો દ્વારા ‘મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી હતી.

નીચેના સંપૂર્ણ વીડિયોમાં તમે એ સ્પષ્ટ જોઈ શકો છો કે, અમિત શાહ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે કારણ કે, તેઓએ ઉત્તરાખંડ ખાતે તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ નહીં પરંતુ ‘કોંગ્રેસ મુર્દાબાદ’ ના નારા લગાવ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર અમિત શાહની રેલીમાં ‘કોંગ્રેસ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…?

Fact Check By: Vikas Vyas 

Result: False