જાણો 2023 ના વર્ષમાં 823 વર્ષ પછી બની રહેલા સંજોગો અંગેની ખોટી માહિતીનું શું છે સત્ય….

False સામાજિક I Social

સોશિયલ મીડિયા પર ફેબ્રુઆરી 2023 ને લગતી એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, જેની સાથે બે દાવા કરવામાં આવી રહ્યા છે કે, 

  • પહેલો દાવો – આવતા વર્ષે ફેબ્રુઆરી 2023 માં જાન્યુઆરી મહિનાની 1 તારીખે શુક્રવાર, ફેબ્રુઆરી મહિનાની 2 તારીખે શુક્રવાર, માર્ચ મહિનાની 3 તારીખે શુક્રવાર તેમજ અન્ય તમામ મહિનાના ક્રમ પ્રમાણે અંતમાં ડિસેમ્બર મહિનાની 12 તારીખે શુક્રવાર આવે છે. 
  • બીજો દાવો – આવતા વર્ષના ફેબ્રુઆરી માસમાં તમામ વારના 4 દિવસો છે. આવો સંયોગ 823 વર્ષમાં એકવાર જ બને છે. 

પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ બંને દાવા ખોટા અને પાયાવિહોણા સાબિત થાય છે કારણ કે, વર્ષ 2023 માં દરેક મહિનાના વાર પ્રમાણેની તારીખે શુક્રવાર આવતો હોવાની માહિતી તદ્દન ખોટી છે તેમજ લીપ યર એટલે કે જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય એ સિવાયના તમામ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં દરેક વારના 4 દિવસો હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવા અને અંધશ્રદ્ધા સાથે જોડવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rishirajsinh Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરી 2023 માં જાન્યુઆરી મહિનાની 1 તારીખે શુક્રવાર, ફેબ્રુઆરી મહિનાની 2 તારીખે શુક્રવાર, માર્ચ મહિનાની 3 તારીખે શુક્રવાર તેમજ અન્ય તમામ મહિનાના ક્રમ પ્રમાણે અંતમાં ડિસેમ્બર મહિનાની 12 તારીખે શુક્રવાર આવે છે. તેમજ આ વર્ષના ફેબ્રુઆરી માસમાં તમામ વારના 4 દિવસો છે. આવો સંયોગ 823 વર્ષમાં એકવાર જ બને છે.

Facebook Post | Archive

અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ આજ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3 | Facebook Post 4 | Facebook Post 5

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા પહેલા દાવા મુજબ આવતા વર્ષે ફેબ્રુઆરી 2023 માં જાન્યુઆરી મહિનાની 1 તારીખે શુક્રવાર, ફેબ્રુઆરી મહિનાની 2 તારીખે શુક્રવાર, માર્ચ મહિનાની 3 તારીખે શુક્રવાર તેમજ અન્ય તમામ મહિનાના ક્રમ પ્રમાણે અંતમાં ડિસેમ્બર મહિનાની 12 તારીખે શુક્રવાર આવે છે કે કેમ? એ જાણવા માટે ગુગલનો સહારો લઈને વર્ષ 2023 નું કેલેન્ડર ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વર્ષ 2023 માં તમામ મહિનાના ક્રમ પ્રમાણેની તારીખે શુક્રવાર આવતો હોવાની માહિતી તદ્દન ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને બીજા દાવા મુજબ આવતા વર્ષના ફેબ્રુઆરી માસમાં તમામ વારના 4 દિવસો છે. આવો સંયોગ 823 વર્ષમાં એકવાર જ બને છે કે કેમ? એ જાણવા માટે પણ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા વર્ષના કેલેન્ડર ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ માહિતી પણ તદ્દન ખોટી જ છે. 

અમે વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનાની માહિતી ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ફેબ્રુઆરી 2023 માં તમામ વારના 4 દિવસો આવે છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ હવે એ પણ જાણવું જરુરી હતું કે, આવો સંયોગ 823 વર્ષે એક જ વાર બને છે કે કેમ? એ માટે અમે વર્ષ 2021 ના ફેબ્રુઆરી મહિનાની માહિતી ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વર્ષ 2021 ના ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો હતા. જેથી આ મહિનામાં પણ 4 રવિવાર, 4 સોમવાર, 4 મંગળવાર, 4 બુધવાર, 4 ગુરુવાર, 4 શુક્રવાર અને 4 શનિવાર હતા.

ત્યાર બાદ અમે વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનાની માહિતી ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, 2020 નું વર્ષ લીપ યર હોવાથી ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હતા. જેથી આ મહિનામાં 4 રવિવાર, 4 સોમવાર, 4 મંગળવાર, 4 બુધવાર, 4 ગુરુવાર, 4 શુક્રવાર અને 5 શનિવાર મળીને કુલ 29 દિવસનો મહિનો હતો

ત્યાર બાદ અમે વર્ષ 2019, 2018 અને 2017 ના ફેબ્રુઆરી મહિનાની વિગત ચેક કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ત્રણેય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દરેક વારના 4 દિવસો જ હતા. જે તમે નીચે જોઈ શકો છો.

  • વર્ષ 2019, ફેબ્રુઆરી
  • વર્ષ 2018, ફેબ્રુઆરી
  • વર્ષ 2017, ફેબ્રુઆરી

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા બંને દાવા ખોટા અને પાયાવિહોણા હોવાનું સાબિત થાય છે કારણ કે, વર્ષ 2023 માં દરેક મહિનાના વાર પ્રમાણેની તારીખે શુક્રવાર આવતો હોવાની માહિતી તદ્દન ખોટી છે તેમજ લીપ યર એટલે કે જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય એ સિવાયના તમામ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં દરેક વારના 4 દિવસો હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવા અને અંધશ્રદ્ધા સાથે જોડવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો 2023 ના વર્ષમાં 823 વર્ષ પછી બની રહેલા સંજોગો અંગેની ખોટી માહિતીનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False