શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ હજુ જીવે છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Bhuro amaro gujarati નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, ઈન્ડોનેશિયા ના એક 126 વરસ ના દાદા નું કહેવું એવું છે કે, જે લોકો એ તેમને સિગારેટ, દારૂ છોડવાની સલાહ આપતા હતા તે બધા મરી ગયા છે પણ દાદા એકલા જીવે છે... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં ફોટોમાં ઈન્ડોનેશિયાના જે વૃદ્ધ વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ આજે પણ 126 વર્ષની ઉંમરે જીવે છે. આ પોસ્ટને 29 લોકોએ લાઈક કરી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.03-17_27_38.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં ઈન્ડોનેશિયાના જે વૃદ્ધ વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ આજે પણ 126 વર્ષની ઉંમરે જીવે છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને khabarchhe.com દ્વારા 3 મે, 2027 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડોનેશિયામાં રહેતાં દુનિયામાં સૌથી વૃદ્ધ વ્યક્તિ સોડિમેડ્ઝોનું નિધન થઈ ગયું છે. સૌથી લાંબો સમય સુધી જીવિત રહેનાર સોડિમેડ્ઝોએ પોતાના ગામ સેન્ટ્રલ જાવામાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં. સોડિમેડ્ઝોને મ્બાહ ઘોટોના નામથી પણ ઓળખવામાં આવતાં હતાં અને તેમનો જન્મ ડિસેમ્બર 1870માં થયો હતો. 12 એપ્રિલના રોજ ઘોટોને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં. ઘોટોએ પોતે ખરીદેલા કોફીનમાં તેમને દફનાવવામાં આવ્યાં હતાં.

screenshot-www.khabarchhe.com-2020.07.03-17_59_35.png

Archive

અમારી વધુ તપાસમાં અમને Shakshi TV દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ 3 મે, 2017 ના રોજ પ્રાસરિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડોનેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 146 વર્ષની વયે નિધન. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

કેટલાક અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. New York Daily News | Times of Oman | The Guardian

અમારી વધુ તપાસમાં અમને એ માહિતી પણ પ્રાપ્ત થઈ હતી કે, સોડિમેડ્ઝો ઉર્ફે મ્બાહ ગોથોનો જન્મ ઈન્ડોનેશિયામાં 31 ડિસેમ્બર, 1870 માં થયો હતો અને તેમનું 30 એપ્રિલ, 2017 ના રોજ નિધન થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.com-2020.07.03-18_31_31.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં ફોટોમાં દેખાતા ઈન્ડોનેશિયાના વૃદ્ધ વ્યક્તિનું નામ સોડિમેડ્ઝો ઉર્ફે મ્બાહ ગોથો છે જેમનું 30 એપ્રિલ, 2017 ના રોજ નિધન થયું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં ફોટોમાં દેખાતા ઈન્ડોનેશિયાના વૃદ્ધ વ્યક્તિનું નામ સોડિમેડ્ઝો ઉર્ફે મ્બાહ ગોથો છે જેમનું 30 એપ્રિલ, 2017 ના રોજ નિધન થયું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ હજુ જીવે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False