મહિલાને ચંપ્પલ પહેરાવી ઝાડ સાથે બાંધી મો કાળુ કરવાના ફોટાનું જાણો શું છે સત્ય….
હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, એક મહિલાનું મોઢું કાળુ કરી ચંપ્પલનો હાર પહેરાવી અને ઝાડ સાથે બાંધી દેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા વિધવા છે અને તેને અન્ય પુરૂષ સાથે પ્રેમ કરતા ગામ લોકોએ આ સજા આપી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલા વિધવા છે અને તેને અન્ય પુરૂષ સાથે પ્રેમ કરતા ગામ લોકોએ આ સજા આપી હતી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ મામલો હાથીગવાન પોલીસ સ્ટેશનના કુડા ઈબ્રાહીમપુર ગામનો છે, જ્યાં પંચાયતના આદેશ પર પતિએ તેના પરિવારના સભ્યો સાથે મળીને પત્નીનું મોં કાળું કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે તેની પત્નીને ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને તેના વાળ પણ કાપવામાં આવ્યા. જ્યારે તેનાથી પણ તેને સંતોષ ન થયો ત્યારે ક્રૂર ગુંડાઓએ તેને સભામાં ચપ્પલની માળા પણ પહેરાવી દીધી. પંચાયતના આ આદેશથી ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પતિનો આરોપ છે કે તેની પત્નીને ગામના યુવક લવકુશ સાથે ગેરકાયદેસર સંબંધ રાખવા બદલ તાલિબાની સજા આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પતિ હરિલાલ સહિત 15 લોકોની ધરપકડ કરી હતી.”
તેમજ નવભારત ટાઈમ્સના અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ હાથીગવાન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામની રહેવાસી એક મહિલાને ગામના જ યુવક લવકુશ સાથે પ્રેમ હતો, પરિણીત મહિલાને ત્રણ બાળકો પણ છે, તેનો મોટો પુત્ર 12 વર્ષનો છે, મહિલાનો પતિ હરિલાલ મુંબઈમાં ખાનગી નોકરી કરે છે, મહિલાના પતિને પત્નીની લવકુશ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી, કહેવાય છે કે, પતિએ મહિલા અને તેના પ્રેમીને વાત કરતા પકડી લીધા હતા, ગ્રામજનોએ પંચાયતમાં પ્રેમીપંખીડાને તાલિબાની સજા આપી હતી, પરંતુ પ્રેમી પંચાયતની ચુંગાલમાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, પોલીસે આ કેસમાં પતિ સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. કુંડાના સીઓ અજિતે કહ્યું કે મહિલાનું મોઢું કાળું કરીને તેના વાળ કપાવવામાં આવ્યા હતા, આ ઘટના પંચાયત દરમિયાન જ બની હતી, મહિલાના પતિ સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમજ એબીપી ગંગાના અહેવાલમાં તમે પોલીસનું નિવેદન તેમજ મહિલાના પુત્રનુ પણ નિવેદન સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મહિલાનો પતિ હયાત છે જે મુંબઈમાં પ્રાઈવેટ નોકરી કરે છે. તેણે જ ગામની પંચાયત જોડે મળી અને મહિલાને તાલિબાની સજા આપી હતી. પોલીસે પતિ સહિત 15 લોકોની ધરપકડ કરી છે. પોસ્ટ સાથે મનઘડત વાર્તા શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:મહિલાને ચંપ્પલ પહેરાવી ઝાડ સાથે બાંધી મો કાળુ કરવાના ફોટાનું જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Misleading