તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા બોલી રહી છે એ ગુજરાત સરકારમાં IPS ઓફિસર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિલાનું નામ કાજલ શિંગાલા છે. એ પોતે ગુજરાત સરકારમાં IPS ઓફિસર નહીં પરંતુ તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી મહિલા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sitaben Nayak નામના ફેસબુક યુઝર દ્વારા 22 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, IPS Officer from Gujarat. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા બોલી રહી છે એ ગુજરાત સરકારમાં IPS ઓફિસર છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો officialkajalshingala દ્વારા સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 24 જૂન, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું કે, વીડિયોમાં જે મહિલા બોલી રહી છે એ કાજલ સિંગાલા છે.

કાજલ સિંગાલા કોણ છે?

કાજલ સિંગાલા વિશે જાણવા અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને dnaindia.com દ્વારા 10 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કાજલ હિંદુસ્તાની ગુજરાતના જામનગરમાં રહે છે. તેનું સાચું નામ કાજલ સિંહાલા છે. કાજલ અવારનવાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે કહે છે કે, તેને ભારતીય હોવા પર ગર્વ છે. કાજલના ટ્વિટર પર 1,54,000 થી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી પણ તેમને ફોલો કરે છે.

વધુમાં અમને આ અંગેના અન્ય અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. તેમાં પણ ક્યાંય કાજલ સિંગાલા IPS અધિકારી હોવાની કોઈ જ માહિતી નથી આપવામાં આવી. navbharattimes.indiatimes.com | jagran.com | tv9hindi.com

કાજલ હિંદુસ્તાનીના સત્તાવાર ટ્વિટર તેમજ ફેસબુક પર આપવામાં આવેલી માહિતી મુજબ તે પોતે ઉદ્યોગ સાહસિક, રિસર્ચ એનાલિસ્ટ, ડિબેટર, સોશિયલ એક્ટિવિસ્ટ, પ્રો ઈન્ડિયા રાઈટ, નેશનાલિસ્ટ એવું લખવામાં આવ્યું છે. આમાં ક્યાંય પણ તે પોતે IPS અધિકારી હોવાની કોઈ જ માહિતી આપવામાં નથી આવી.

ત્યાર બાદ અમે ગુજરાતના IPS અધિકારીઓની યાદી ચેક કરતાં એમાં પણ અમને ક્યાંય કાજલ સિંગાલાનું નામ જોવા મળ્યું નહતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિલાનું નામ કાજલ શિંગાલા છે. એ પોતે ગુજરાત સરકારમાં IPS ઓફિસર નહીં પરંતુ તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી મહિલા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ગુજરાતની IPS મહિલા ઓફિસરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False