
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વોલમાર્ટ ભારત માં પોતાનો વેપાર બંધ કરવાની તૈયારીમાં 56 મોટા અધિકારીઓ ને કંપની માંથી છુટ્ટા કર્યા ભક્તો બોલો ભારત માતાકી જય” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વોલમાર્ટ કંપની ભારતમાંથી તેમનો વેપાર બંધ કરવાની તૈયારમાં છે, તેના માટે તેમણે 56 કર્મચારીને છૂટા કર્યા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “Walmart eliminates 56 of its employees” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને livemint નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વોલટન કંપનીએ ગુરગાંઉ ખાતેની ઓફિસ માંથી 8 સિનિયર અધિકારી સહિત 56 લોકોને છૂટા કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમને bloomberg નામની વેબસાઈટનો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. “જેમાં કંપનીના સીઈઓ ક્રીશ અયર દ્વારા કંપનીના ભારતમાંથી વેપાર બંધ કરવાની વાતને નકારી હતી. તેમજ 56 એમ્પ્લોયને છૂટા કરવા પાછળ તેમણે જણાવ્યુ હતુ કે, કંપનીના માળખામાં ફેરફાર કરવાની કોર્પોરેટ સ્ટ્રક્ચરના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.” જે તમે નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, વોલમાર્ટ કંપનીએ 56 કર્મચારીને છૂટા તો કર્યા પરંતુ ભારતમાં વેપાર બંધ કરવાની વાત તદન ખોટી છે. જેની પૃષ્ટી કંપનીના સીઈઓ દ્વારા કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, કંપની દ્વારા 56 અધિકારીઓને કંપનીએ છૂટા કર્યા છે. પરંતુ કંપનીના સીઈઓ ક્રિશ અયર દ્વારા આ વાતને નકારી કાઢી છે.

Title:શું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
