શું ખરેખર આ બાળક જામનગરથી ગુમ થઈ ગયો છે.? જાણો શું છે સત્ય……

Mixture સામાજિક I Social

Balkrishna Pandian નામના ફેસબુક યુઝર દ્વારા 11 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અર્જન્ટ શેર કરો અને મદદ કરો સ્વયંમ મહેતા ઉમર .૧૫ વર્ષ , રહેવાસી કેવલીયા વાડી, મેહુલ નગર જામનગર આજરોજ બપોરના ૧૨:૧૫ કલાકે મેહુલ નગર એક્સચેન્જ પાસે થી ગુમ થઇ ગયેલ છે . જેના ફોટા આ સાથે જોડેલા છે. જેમને પણ આ બાળક ની જાણ મળે તુરતજ નીચેના નંબર પાર જાણ કરી આ પુણ્ય ના કામ માં સહભાગી બનશોશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 15 લોકોએ પ્રતિભાવ આપ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ બાળક જામનગરમાંથી ગુમ થઈ ગયો છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ બાળક જામનગરથી ગુમ થયો છે કે કેમ તે જાણવા પ્રચત્ન કર્યો હતો. દરમિયાન પોસ્ટમાં જણાવેલ સરનામું સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલુ હોવાથી અમે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા અમને આ બાળક ગુમ થયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે અંગેનો પોલીસ સ્ટેશનનો પત્ર આપ નીચે જોઈ શકો છો.

જો કે, આ જ પોલીસ સ્ટેશન પર હાજર અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, આ બાળક હાલ મળી આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ પૃષ્ટી કર્યા બાદ

અમે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બાળક ગોવાથી મળી આવ્યો છે. હાલ બાળકની પણજી પોલીસ સ્ટેશન દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે. તેમજ  આ બાળકને જામનગર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.”

સ્થાનિક મિડિયા દ્વારા પણ આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી. આ બાળક ગોવાથી મળી આવ્યો હોવાની સ્થાનિક મિડિયા દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આ પોસ્ટ જે સમયે શેર કરવામાં આવી હતી, તે સમયે બાળક ગુમ થયો હોવાની વાત સાચી છે. પરંતુ આ બાળક મળી આવ્યો હોવાની પણ જીલ્લા પોલીસ વડા દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી. બાળક મળી આવ્યા બાદ પણ આ પોસ્ટ શેર કરવામાં આવી રહી હોવાથી આ પોસ્ટ અમારી પડતાલમાં મિશ્વિત સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્વિત સાબિત થાય છે. કારણ કે, આ બાળક હાલ મળી આવ્યો છે, પોસ્ટ જે સમયે શેર કરવામાં આવી હતી તે સમયે બાળક ગાયબ હોવાની વાત સાચી છે.

Avatar

Title:શું ખરેખર આ બાળક જામનગરથી ગુમ થઈ ગયો છે.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: Mixture