
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મોટા પહાડ વચ્ચે એક નાનકડો પહાડ દેખાઈ રહ્યો છે અને જેની ઉપર શિવલિંગ પણ જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, દક્ષિણ ભારતમાં બે પહાડો વચ્ચે આ પ્રકારનું શિવલિંગ આવેલુ છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ શિવલિંગ ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Moni Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા Sara Suvichar નામના ફેસબુક પેજ પર તારીખ 9 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દક્ષિણ ભારતમાં બે પહાડો વચ્ચે આ પ્રકારનું શિવલિંગ આવેલુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને શટ્ટરસ્ટોક નામની વેબસાઈટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નોર્વેમાં આવેલા કેજરાગમાં જાદૂઈ રીતે લટકતો આ પથ્થર છે.
ગુગલ પર સર્ચ કરતા ગૂગલ મેપ પર પણ આ ફોટો ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે. કે બે પહાડ વચ્ચેના લટકતા પથ્થર પર શિવલિંગએ ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવી છે. તમે ઓરિજનલ ફોટો અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે. તેમજ બે પહાડ વચ્ચે લટકતો આ પથ્થર દક્ષિણ ભારતમાં નહિં પરંતુ નોર્વેમાં આવેલો છે.

Title:શું ખરેખર દક્ષિણ ભારતમાં બે પહાડ વચ્ચે શિવલિંગ આવેલુ છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Altered
