શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Minesh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાન માં સિંધ માં હિન્દૂ યુવતી એ અત્યાચાર વિરોધ માં પોલીસ ફરિયાદ કરતા ત્યાંના લોકો એ શું હાલત કરી……એટલે જ nrc અને caa ની જરૂરત છે..જય હો મોદી સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 10 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં હિંદુ મહિલાએ અત્યાચાર વિરૂધ્ધમાં ફરિયાદ નોંધાવતા તેના પર પથ્થરમારો કરો અને તેને મારી નાખવામાં આવી હતી.”

FACEBOOK | FB MAIN ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાંથી અમને કોઈ ખાસ જાણકારી મળી ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આ જ સ્ક્રિનશોટને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને petterssonsblogg.se નામના બ્લોગ પર આ વિડિયો 25 નવેમ્બર 2015ના અપલોડ કરેલો હતો. તેમજ આ વિડિયો અફઘાનિસ્તાનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

PETTERSSONS BLOG | ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને તારીખ 4 નવેમ્બર 2015નો CNN દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અફઘાનિસ્તાનના પ્રાંતિય ગવર્નર દ્વારા જણવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો તાલિબાનના નિયંત્રણ હેઠળના મધ્ય અફઘાનિસ્તાનની આ ઘટના છે. જે મહિલા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો તે મહિલા 19 વર્ષિય રૂખશાના છે, જેને તેની ઈચ્છા વિરૂધ્ધ લગ્ન કરવા મજબૂર કરવા મજબૂર કરવામાં આવી હતી. તેથી તે અન્ય એક વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. જેને બે દિવસ બાદ પકડી પાડવામાં આવ્યા હતા. જેથી તાલિબાનના એક નેતા દ્વારા તેને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.”

CNN | ARCHIVE

BBC દ્વારા પણ આ સમાચારને 3 નવેમ્બર 2015ના પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો. 

BBC | ARCHIVE

આમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આજથી 4 વર્ષ પહેલાનો અફઘાનિસ્તાનનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનનો નહિં પરંતુ અફઘાનિસ્તાનનો છે, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાને મારી નાખવામાં આવી તે વાત તદ્દન ખોટી સાબિત થાય છે. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી.

જો આપને પણ આ પ્રકારે સોશિયલ મિડિયાનો કોઈ મેસેજ શંકાસ્પદ લાગી રહ્યો છે તો અમારા વોટ્સઅપ નંબર 079900 15736 પર તે મેસેજ મોકલો અમે તમને સત્ય જણાવશું….

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False