શું ખરેખર સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બનશે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

ભારતમાં હમેશાં 26 જાન્યુઆરીના એટલે કે ગણતંત્ર દિવસની પરેડમાં વિદેશી મહેમાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહે છે. આ વર્ષે પણ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ કોરોનાના કારણે તેમનો પ્રવાસ રદ થયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં તેમજ સ્થાનિક મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વર્ષના પ્રજાસતાક દિવસમાં કોઈપણ વિદેશી મહેમાન હાજર રહેવાના નથી. સૂરીનામના રાષ્ટ્રપતિ 9 તારીખે આયોજિત પ્રવાસી દિવસના મુખ્ય અતિથિ હતા. પ્રજાસત્તાક દિનમાં મુખ્ચ મહેમાન તરીકે હાજર રહેવાના હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.”

FACEBOOK | FB POST ARCHIVE | ARTICLE ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સંદેશ ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વર્ષે 55 વર્ષ બાદ પહેલી વખત પ્રજાસતાક દિવસે કોઈ વિદેશી મહેમાન દિલ્હીમાં પરેડમાં હાજર નહીં રહે.

સંદેશ ન્યુઝ | સંગ્રહ

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે 14 જાન્યુઆરીએ એક ન્યુઝ બ્રીફિંગમાં કહ્યું હતું કે, “કોરોનાની પરિસ્થિતિને લીધે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે, કોઈ વિદેશી મહેમાન હાજર રહેશે નહીં.

Hindustan Times | Archive

તેમજ અમને વિદેશ મંત્રાલયની 7 જાન્યુઆરી 2021ની એક પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સૂરીનામના રાષ્ટ્રપતિ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન જે 9 જાન્યુઆરી 2021ના યોજાવાનું છે તેમાં મુખ્ય અતિથિ રૂપે મુખ્ય પ્રવતન આપશે.

PBDGujarati

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વર્ષના પ્રજાસતાક દિવસમાં કોઈપણ વિદેશી મહેમાન હાજર રહેવાના નથી. સૂરીનામના રાષ્ટ્રપતિ 9 તારીખે આયોજિત પ્રવાસી દિવસના મુખ્ય અતિથિ હતા. પ્રજાસત્તાક દિનમાં મુખ્ચ મહેમાન તરીકે હાજર રહેવાના હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બનશે…?

Fact Check By: Yogesh Karia 

Result: False