
Gujarat Samacharનામના ફેસબુક યુઝર દ્વારા 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, અનેક લોકોના અકાઉન્ટ થયા ખાલી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 420 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 131 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પે-ટીએમ, ભીમ અને ગૂગલ પે એપ્લીકેશન સુરક્ષિત નથી.

FACEBOOK | ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “PAYTM BHIM GOOGLE PAY IS NOT SAFE”લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)ના સીઈઓ એ.પી.હોતાનું નિવેદન લેવામાં આવ્યુ હતું જેમાં તેમણે જણાવ્યુ હતું કે, BHIM એપમાં સિક્યુરિટી કંટ્રોલની મજબૂત ડિઝાઈન મુકવામાં આવી છે. અને સતત તેનું મોનટરિંગ કરવામાં આવી રહ્યુ છે.

ત્યાર બાદ અમને ગૂગલ પે ની હેલ્પ ડેસ્ક પરથી જાણવા મળ્યુ હતુ કે, ટોપ સિક્યુરિટી ફિચર્સ ગૂગલ એપમાં ઉપયોગ કરવામાં આવ્યા છે. તેમજ ગૂગલની ટીમ દ્વારા તેનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યુ હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતું.

ત્યારબાદ અમે પે-ટીએમની ઓફિશીયલ વેબસાઈટ પર વિઝિટ કરી હતી અને સિરયુરિટી વિશે જાણવા પ્રયત્ન કર્યો હતો. તો અમને જાણવા મળ્યુ હતુ કે, તમામ ટ્રાન્જેક્શન 128-bit encryption SSL સિક્યુરિટી નીચે થાય છે. તેમજ તમામ ટ્રાન્જેક્શન પર સતત મોનિટરિંગ થતુ હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતું.

ત્યારબાદ અમે અમારી પડતાલ આગળ વધારતા ઉપરોક્ત આર્ટીકલ અમર ઉજાલાની વેબસાઈટના રેફરન્સથી પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જે આપ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત આર્ટીકલ પરથી અમને જાણવા મળ્ચુ હતુ કે, આ કેસ STF સાઈબરક્રાઈમના એસપી સુશીલ ધુલે સંભાળી રહ્યા છે. તેથી અમે તેમનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જે પણ વ્યક્તિ સાથે ફ્રોડ થયુ છે, તે તેમની ભૂલ અને લાલચના લીધે થયુ છે. તમામ વસ્તુની સત્યતા જાણ્યા વગર જ જો આ પ્રકારે પૈસાનો વ્યવહાર કરવામાં આવે તો તે તેમની ભૂલ કહેવાય, અન્યથા કોઈ એપ્લિકેશન હેક કરીને ફ્રોડ વહિવટ કરવામાં આવ્યો હોવાની કોઈ ફરિયાદ સામે નથી આવી.”

ત્યારબાદ અમે સાઈબર ક્રાઈમ ક્રાઈમ એક્સપર્ટ સન્ની વાઘેલા જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તમામ એપમાં સિક્યુરિટીને પ્રથમ પ્રાધન્ય આપવામાં આવતું હોય છે. તેમજ લાખો યુઝરના ડેટાને ધ્યાને રાખી સતત 24 બાય 7 મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. જેથી આ તમામ એપ સુરક્ષિત ન હોવાનું કેવું યોગ્ય નથી.”

આમ, ઉપરોક્ત પોસ્ટમા કરવામાં આવેલા દાવાની સત્યતા ક્યાંય પણ સાબિત થતી નથી. પે-ટીએમ, ભીમ અને ગૂગલ પે એપ્લીકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમા કરવામાં આવેલા દાવાની સત્યતા ક્યાંય પણ સાબિત થતી નથી. પે-ટીએમ, ભીમ અને ગૂગલ પે એપ્લીકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Title:શું ખરેખર પે-ટીએમ, ભીમ, ગૂગલ પે એપ્લીકેશન સુરક્ષિત નથી .? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
