
Suryaa Anjani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 721 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂબિકા દ્વારા મુસ્લમાનો વિરૂધ્ધમાં નિવેદન આપવામાં આવ્યુ છે જેના લીધે મુસ્લમાનો તેમને મારવાની ધમકી આપી રહ્યા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે રૂબિકા લિયાકતના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર આ શોધવા પ્રયત્ન કર્યો હતો. તેમા અમને જે પરિણામ મળ્યા તે આપ નીચે જોઈ શકો છો.

3 જૂન 2019ના રૂબિકા લિયાકતે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને નકાર્યો હતો. ટ્વીટમાં શેર કરવામાં આવેલા કથિત નિવેદન પર તેમણે શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. – “थोड़ा पढ़ लिख लो ज़बरदस्ती का ज्ञान बाँटने से पहले | होमवर्क शब्द सुना है? कहाँ सुना मुझे एसा कुछ कहते ? किसी ने भी फ़ोटो लगा कर किछ भी लिख दिया और शुरू हो गए ठेकेदार बग़ैर पड़ताल किए |”
આ ટ્વીટ રૂબિકાએ બેબાક અંદાજ નામના એક યુઝર દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં કર્યુ હતું. આ વ્યક્તિ દ્વારા ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને 2 જૂન 2019ના ટ્વીટ કરવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યુ હતુ કે, “.@RubikaLiyaquat તમે ખરેખર ઈસ્લામને નજીકથી સમજતા હોય તો આ પ્રકારે વાત ન કરતા હોત. મારી સમજમાં તમારૂ નામ જ ખાલી મુસ્લિમ છે. હરકત દોજખ જેવી છે.પોતાની પબ્લિસિટી માટે આટલુ નીચે ઉતરી જવુ સારૂ નથી. છોડો અલ્લાહ તમારા જેવી મહિલાઓને સાચા રસ્તા પર ચાલવાની બુધ્ધી આપે.@abbas nighat”

આમ ઉપરોક્ત સંશોધનથી એ વાત તો સાબિત થઈ હતી કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો માત્ર લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે જ કરવામાં આવ્ચો છે.
બાદમાં અમે ગૂગલ પર “Rubika Liyaqut quotes on Masjid” લખીને શોધતા અમને અન્ય ફેક્ટ ચેકર દ્વારા પણ આ પ્રકારની પોસ્ટ મળી હતી. જેમાં તેઓ દ્વારા પણ આ પોસ્ટને ખોટી સાબિત કરવામાં આવી છે.

boomliveFactcheck | BhaskarhindiFactCheck
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, રૂબિકા દ્વારા આ પ્રકારે ક્યારેય કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી. તેમજ ટ્વીટ કરી તેણે આ વાતને નકારી હતી.

Title:શું ખરેખર રૂબિકા લિયાકતે મુસલિમો અંગે આપ્યું આવુ નિવેદન..? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
