
બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ આ અંગે ખૂબ વાતાવરણ ગરમ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગમાં ઈજા પહોંચી હતી અને હોસ્પિટલના પગના પ્લાસ્ટર બાંધેલો ફોટો અને ખૂબ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મમતા બેનર્જીનો વ્હીલચેરમાં બેઠેલો ફોટો છે, જેમાં તેમના જમણા પગમાં પ્લાસ્ટર થયેલુ જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મમતા બેનર્જીને પગમાં પ્લાસ્ટરનું નાટક કરી રહી છે. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમનો પગ બદલાવવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો મિરર ઈમેજના માધ્યમથી ઉલ્ટો કરી અને ખોટા દાવા સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pramod Narsana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મમતા બેનર્જીને પગમાં પ્લાસ્ટરનું નાટક કરી રહી છે. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમનો પગ બદલાવવામાં આવ્યો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે મમતા બેનર્જીને ક્યાં પગમાં ઈજા પહોચી હતી, તે શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને Livemint અને ANI દ્વારા પ્રસારિત અહેવાલમાં જાણવા મળ્યુ હતુ કે, તેમને ડાબા પગમાં ઈજા પહોંચી હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટો શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને મમતા બેનર્જીનો વ્હીલચેરનો ઓરિજનલ ફોટો ન્યૂઝ18 બંગાલની વેબસાઇટ મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ફોટામાં મમતા બેર્નજીના ડાબા પગ પર પ્લાસ્ટર બતાવવામાં આવ્યું છે.
તો જમણા પગ પરનું પ્લાસ્ટર વાયરલ ફોટામાં શું દેખાય છે?
જવાબ છે – મિરર ઇમેજ
મિરર ઈમેજની તસવીર દ્વારા મમતા બેનર્જીનો વ્હીલચેરનો ફોટો ફેલાવવામાં આવી રહ્યો છે.
મિરર ઈમેજમાં જમણી બાજુ ડાબી બાજુ અને ડાબી બાજુ જમણી દેખાય છે. પત્રો પણ ઉલટા હોવાનું જણાય છે.
વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેની તુલના કરતી વખતે તમને તફાવત તરત જ ધ્યાનમાં આવશે. જે તમે નીચે જોઈ શકો છો.
મમતા બેનર્જીએ 14 માર્ચ, 2021ના રોજ વ્હીલચેરમાં અભિયાન ચલાવ્યું હતું. તેમણે નંદિગ્રામ દિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળમાં આયોજિત વોક ઈનમાં ભાગ લીધો હતો.
એબીપી ન્યૂઝ પરના પ્રસારણથી સ્પષ્ટ થાય છે કે બેનર્જીના ડાબા પગમાં જ ઇજા થઈ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો મિરર ઈમેજના માધ્યમથી ઉલ્ટો કરી અને ખોટા દાવા સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે.

Title:મમતા બેનર્જીના કયા પગમાં ઈજા થઈ હતી..? ડાબા કે જમણા…?
Fact Check By: Yogesh KariaResult: False
