શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

કિસાન આંદોલન બાદ સોશિયલ મિડિયા પર અદાણી કંપનીને લઈ ઘણા ફેસ ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યાર હાલ સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ ટિકિટ વાયરલ થઈ રહી છે. આ ટિકિટને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર તો અદાણી રેલવે લખાઈને આવી રહ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પુનાની આ ટિકિટ સાથે છેડછાડ કરી અને તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી છે. પુના રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ પર ક્યાંય અદાણી રેલવે લખવામાં નથી આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર તો અદાણી રેલવે લખાઈને આવી રહ્યુ છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમર ઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર, “રેલવે દ્વારા કોરોનાની મહામાહીને ધ્યાનમાં રાખી અને પ્લેટફોર્મ ટિકિટની કિમત વધારીને 50 કરવામાં આવી છે.”

Amar Ujala | Archive

Bahujanmag ના એડિટર પ્રશાંત કનોજા દ્વારા 17 ઓગસ્ટના આ ટિકિટનો ફોટો ટ્વિટ કરતા લખવામાં આવ્યુ હતુ કે, “5 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયાની થઈ ગઈ હજુ કેટલો વિકાસ જોઈએ છે.” આ ટ્વિટના જવાબમાં રેલવેના સ્પોક પર્સન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, “પુણે જંકશન દ્વારા પ્લેટફોર્મની ટિકિટની કિંમત ₹ 50 રાખવાનો હેતુ સ્ટેશન પર આવી રહેલા લોકોના આગમનને બિનજરૂરી રીતે અટકાવવાનો છે જેથી સામાજિક અંતરને અનુસરી શકાય. કોરોનાના શરૂઆતના દિવસોથી જ રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના દરોને નિયંત્રિત કરી રહ્યું છે.” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે પોસ્ટ સાથે વાયરલ પ્લેટફોર્મ ટિકિટ અને પ્રશાંત કનોજા દ્વારા કરવામાં આવેલા ટ્વિટની ફોટોને સરખાવતા બંને એક જ હોવાનું જાણવા મળ્યુ છે. કારણ કે, બંનેમાં સમય એક જ છે. તેમજ ટિકિટ નંબર સહિતની તમામ માહિતી એક જ છે. આ બંને ટિકિટની તુલના તમે નીચે જોઈ શકો છો. 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોમાં અદાણી રેલવે એ પાછળ થી ઉમેરવામાં આવ્યુ છે. ટિકિટમાં ક્યાંય આ પ્રકારની માહિતી નથી લખવામાં આવતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પુનાની આ ટિકિટ સાથે છેડછાડ કરી અને તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી છે. પુના રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ પર ક્યાંય અદાણી રેલવે લખવામાં નથી આવ્યુ.

Avatar

Title:શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….?

Fact Check By: Yogesh Karia 

Result: Altered